bs9tvlive@gmail.com

23-May-2025 , Friday

AAP અને કોંગ્રેસ વચ્ચે લોકસભા ચૂંટણી માટે ગઠબંધન. ગુજરાતની ભરૂચ અને ભાવનગર બેઠક પર AAP લડશે ચૂંટણી...

 

લોકસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો તૈયારી કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે સીટ શેરિંગ ફોર્મ્યૂલા અંગે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને મહત્વની જાહેરાત કરી. જેમાં દિલ્હી, ગુજરાત, ગોવા, ચંડીગઢ અને હરિયાણાને લોકસભા બેઠકો પર ક્યાં કોણ ચૂંટણી લડશે તે જણાવ્યું. જે જોતા હવે ગુજરાતમાં ભરૂચની જે બેઠક માટે કોકડું ગૂચવાયું હતું તેનો ઉકેલ આવી ગયો છે. 

ગુજરાતની કુલ 26 લોકસભા બેઠકો છે. સીટો વિશે જે રીતે નક્કી થયું છે તે જોતા AAP 2 બેઠકો પર ચૂંટણી લડશે અને બાકીની 24 બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડશે. ગુજરાતની જે બે બેઠકો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે તે છે ભરૂચ અને ભાવનગર. ભરૂચ બેઠક માટે જે ખેંચતાણ જોવા મળી રહી હતી તેનો હવે જાણે અંત આવી ગયો છે. કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલને ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડવી હતી, જ્યારે પુત્રી મુમતાઝ પટેલ પણ ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવતા હતા. જેને જોતા હવે તેમનું સપનું તૂટ્યું હોય તેવું લાગે છે.