પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટ ફરી એકવાર મુશ્કેલીમાં છે. 1996ના ખોટા ડ્રગ્સ કેસ મામલામાં પાલનપુર કોર્ટે પૂર્વ IPS સંજીવ ભટ્ટ દોષિત જાહેર કર્યાં છે. NDPS એક્ટ હેઠળ પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ વિરુદ્ધ વર્ષ 1996માં કેસ નોંધવામાં આવ્યો હતો. આજે સંજીવ ભટ્ટને આ જ કેસમાં પાલનપુર સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા જ્યાં સુનાવણી દરમિયાન કોર્ટે તેને દોષિત જાહેર કર્યા હતા. આ કેસમાં નામદાર કોર્ટ આવતીકાલે તેમને સજા સંભળાવશે.
1996ના આ કેસમાં બનાસકાંઠાના તે સમયે SP રહેલા સંજીવ ભટ્ટ પર પાલનપુરની એક હોટલમાં 1.5 કિલો અફીણ રાખીને એક વકીલને નાર્કોટિક્સ કેસમાં ફસાવવાનો આરોપ હતો. સંજીવ ભટ્ટ સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ અને ગુજરાતના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક આર.બી. શ્રીકુમાર સાથે 2002ના ગુજરાત રમખાણોના કેસોના સંબંધમાં કથિત રીતે બનાવટી પુરાવા ઊભા કરવા મામલે પણ આરોપી છે.તેમણે 2002ના ગુજરાત રમખાણોમાં તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકાનો આરોપ લગાવતી એફિડેવિટ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે આરોપોને ફગાવી દીધા હતા. આ પછી 2011માં સંજીવ ભટ્ટને સેવામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology