bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

રાજકોટ: કૃષિમંત્રી રાઘવજી પટેલને હોસ્પીટલમાંથી કરાયા ડીસ્ચાર્જ... 

રાજ્યના કૃષિમંત્રીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. બ્રેઈન સ્ટોકના કારણે હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા કૃષિમંત્રી રાઘવજી પટેલને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. વિગતો મુજબ અંદાજે 18 દિવસની સારવારને અંતે રાઘવજી પટેલને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. નોંધનીય છે કે, અગાઉ જામનગરના પસાયા બેરાજામાં 'ગામ ચલો અભિયાન' કાર્યક્રમમાં હતા. તે દરમ્યાન રાત્રે અચાનક તેઓને બ્રેન સ્ટ્રોક આવતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

કૃષિ મંત્રી રાઘવજી પટેલની 11 ફેબ્રુઆરીથી રાઘવજી પટેલની રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ગામ ચલો અભિયાન'  કાર્યક્રમમાં તેમને રાત્રે અચાનક તેઓને બ્રેન સ્ટ્રોક આવતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે રાજકોટની સિનર્જી હોસ્પીટલમાં  ખસેડાયા હતા. જ્યાં તેઓને આજે અંદાજે 18 દિવસની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.