bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

માલવણ – અમદાવાદ હાઇવે પર ટ્રક પાછળ કાર અથડાતા અકસ્માત, 3 યુવાનો મોત....  

હાલ રાજ્યમાં દિવસે ને દિવસે અક્સ્મોતની સંખ્યામાં વધારો થિયા રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. ટ્રક પાછળ કાર અથડાતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનાની જન થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ટ્રકની પાછળ કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમા બે યુવાનનું ઘટના સ્થળે જ મોત થયા હતા. તથા એક યુવાનને સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ લઇ જતા મોત નીપજ્યું હતું. હાલ તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખસેડ્યા છે.

અગાઉ પણ સુરેન્દ્રનગરમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એકસાથે 4 લોકોના મોત થયા હતા. સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા બાયપાસ પાસે પસાર થતી કાર પલટી મારી ડીવાઈડરની બીજી સાઈડ જતી ટ્રક સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા તો અન્ય 2 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા.