bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ડ્રાઈવરે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા ખાનગી બસ પલટી જતા એકનું મોત, અનેક ઈજાગ્રસ્ત... 

 

દ્વારકાના બરડિયા નજીક ખાનગી બસ પલટી જતા મોટો અકસ્માત સર્જાયો છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 15 જેટલા મુસાફરોને નાની મોટી ઈજા થઈ છે. દ્વારા પોરબંદર હાઈવે પર બરડિયા પાસે આ દુર્ઘટના ઘટી. 

દ્વારકા પોરબંદર હાઈવે પર બરડિયા ગામ પાસે ખાનગી બસના ડ્રાઈવરે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ. જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને 108 મારફતે દ્વારકાની સરકારી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. અત્રે જણાવવાનું કે આ બસ સોમનાથથી દ્વારકા તરફ આવી રહી હતી. ત્યારે રાત્રિના લગભગ 3થી 4 વાગ્યાની આજુબાજુ બસ પલટી જતા અફરાતફરી મચી હતી. આ ખાનગી બસમાં ભરૂચ, વડોદરાના કેટલાક યુવાઓ દ્વારકા અને સોમનાથ દર્શન માટે જતા હતા.