bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

આજે ઈસરો સેટેલાઈટ INSAT-3DSનું કરશે લોન્ચિંગ,  જે કુદરતી આફત સમયે બનશે તારણહાર!...


ISROથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય અંતરિક્ષ સંશોધન (ISRO) આજે હવામાનની માહિતી આપનાર INSAT-3DS લોન્ચ કરો. આ લોન્ચિંગ જીએસએલવી એફ14ને રોકેટ દ્વારા કરાશે. INSAT-3DS સેટેલાઈટના લોન્ચિંગનો ઉદ્દેશ્ય હવામાન સંબંધિત અને પ્રાકૃતિક આપત્તિઓની સચોટ જાણકારી મેળવવાનો છે. લોન્ચિંગ આજે સાંજે 05:35 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી કરાશે.  હવામાનની સચોટ માહિતી આપતો ઉપગ્રહ INSAT-3DS આજે  લોન્ચ થવા જઈ રહ્યો છે. તેને 'નૉટી બોય'નું હુલામણું નામ આપવામાં આવ્યું છે.


ઈસરોએ જણાવ્યું છે કે GSLV-F14 શનિવારે સાંજે 5.35 કલાકે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉડાન ભરશે. તેને લિફ્ટ-ઓફ થયાની લગભગ 20 મિનિટ પછી જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (GTO)માં તૈનાત કરવામાં આવશે. આ રોકેટનું એકંદરે 16મું મિશન હશે અને સ્વદેશી રીતે વિકસિત ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ કરીને તેની 10મી ઉડાન હશે.

જીએસએલવી એફ14 હવામાન સેટેલાઇટ INSAT-3DSને પૃથ્વીની ભૂસ્થૈતિક કક્ષામાં સ્થાપિત કરશે. આ મિશનનું સંપૂર્ણ ફન્ડિંગ ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા કરાયું છે. આ લોન્ચિંગ અંતરિક્ષ જગતમાં ભારતના વધતા દબદબાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે.  

INSAT-3DS સેટેલાઇટ એ ત્રીજી પેઢીના હવામાનશાસ્ત્રીય ઉપગ્રહનું ફોલો-અપ મિશન છે જે ભૂસ્થિર ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે, અને તે સંપૂર્ણપણે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. ઈસરોએ કહ્યું છે કે 'GSLV-F14/INSAT-3DS મિશન: 17 ફેબ્રુઆરી, 2024ના રોજ 17.35 કલાકે લોન્ચ માટે 27.5 કલાકનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.'