22 ફેબ્રુઆરી એટલે કે આજે મહેસાણાના તરભ ખાતે વાળીનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, જેમાં વડાપ્રધાન મોદી પણ ઉપસ્થિત રહ્યા છે, ત્યારે રાજ્યનું બીજા નંબરનું સૌથી મોટું મહાદેવ મંદિર પૂર્ણ રીતે તૈયાર થઇ ચૂક્યું છે. જેના પગલે વડા પ્રધાન મોદીએ મહેસાણામાં રોડ શો યોજ્યો છે . ત્યાર બાદ વાળીનાથ ભગવાનની પૂજા – અર્ચના કરી છે.
ગુજરાતનું બીજા નંબરનું શિવધામ વાળીનાથ મંદિર જેની ઉંચાઈ 101 ફુટ, લંબાઈ 265 ફુટ અને પહોળાઈ 165 ફુટ એમ વિશાળ, ભવ્ય વાળીનાથ મહાદેવનું મંદિર અહિંયા બની ચુક્યું છે. આ મંદિરનું નિર્માણકાર્ય છેલ્લા 10-12 વર્ષથી થયેલું જે હવે પૂર્ણ થયું છે
લોકવાયકા પ્રમાણે વાળીનાથ મંદિરમાં મહાભારતકાળથી પૂજા થતી આવી છે. અહિંયા દરેક જાતિ અને સમુદાયના લોકો મંદિરમાં દર્શન કરવા આવે છે. આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું વિશેષ મહત્વ છે. આ દિવસે ગુરુ પુષ્ય અમૃત સિદ્ધિ યોગ છે, જે આ દિવસને વધુ વિશેષ બનાવે છે. વર્તમાન યુગમાં બંસીપહાડ પથ્થર અને નાગરશૈલીમાં નવનિર્મિત શિવધામ શ્રી વાળીનાથ મહાદેવ મંદિર શિલ્પકલાનું અલૌકિક ઉત્તમ ઉદાહરણ બની રહેશે
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology