સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. શહેરના ભેસ્તાન વિસ્તારમાં સામાન્ય બાબતના ઝઘડામાં સોસાયટીમાં રહેતા મિત્રએ જ મિત્રને ચપ્પુ ના ઘા ઝીંકી હત્યા કરી છે. મૃતક યુવક અને તેના મિત્રોની કોલેજિયન યુવક ખોટી વાતો ફેલાવી રહ્યો છે, તેવો વહેમ રાખી તને ફોન પર ધાક-ધમકી આપી મળવા બોલાવ્યો હતો. આ દરમિયાન કોલેજિયન યુવક સાથે ચપ્પુ લઈને મળવા પહોંચ્યો હતો. જ્યાં બોલાચાલી થતા ફોન કરનારને ચપ્પાના ઘા ઝીંકી કોલેજિયન યુવક ફરાર થઈ ગયો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ળતી માહિતી મુજબ, ઉધના-સચિન રોડ સ્થિત ઉન વિસ્તારના તિરૂપતી નગરમાં 23 વર્ષીય પવન ઉર્ફે ગુડ્ડુ ચૌધરી રહેતો હતો. તે ભેસ્તાન વિસ્તારમાં જ લૂમ્સના કારખાનામાં નોકરી કરતો હતો. ગુડ્ડુ ચૌધરી અને તેના ત્રણ મિત્રો સાથે મોડી સાંજે સોસાયટીના ગેટ પાસે બેઠો હતા. આ દરમિયાન ગુડ્ડુ ચૌધરી અને તેના મિત્રોએ અનુરાગ ગૌડને ફોન પર ઘાક-ધમકીઓ આપી મળવા બોલાવ્યો હતો. આ દરમિયાન તેમના વચ્ચે ઝઘડો થયો હતો. અનુરાગ પોતાની સાથે ચપ્પુ લઈને આવ્યો હતો અને ઝઘડા દરમિયાન અનુરાગે પોતાની પાસે રહેલા ચપ્પા વડે ગુડ્ડુ ચૌધરીને ત્રણથી ચાર ઘા ઝીંકી ગંભીર ઇજાગ્રસ્ત કરી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત ગુડ્ડુ ચૌધરીને તેના સાથી મિત્રોએ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology