વડોદરામાં ધરકામ શોધતી 55 વર્ષીય મહિલાને કામ આપવાના બહારને ત્રણ નરાધમો યુવકોએ દુષ્કર્મ આચર્યું હતું. આ બાબતે સમા પોલીસે 3 આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. મુખ્ય આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કરી દોઢ દિવસનાં રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે
55 વર્ષીય મહિલા સાતે ગેંગરેપ થયો હતો. રેપ બાદ મહિલાને રીક્ષામાં છાણી કેનાલ રોડ પાસે લઈ જતા મહિલાની દીકરીએ તેને નરાધમોનાં ચુંગાલમાંથી છોડાવી હતી. જે બાદ મહિલાએ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. મુખ્ય આરોપી વકીલ અહેમદ પઠાણને ગણતરીનાં કલાકોમાં પોલીસે ઝડપી પાડ્યો હતો. ત્યારે પોલીસે મુખ્ય આરોપી અહેમદ પઠાણને કોર્ટમાં રજૂ કરી તેનાં રિમાન્ડ માંગતા કોર્ટે દોઢ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
પોલીસ દ્વારા રિમાન્ડમાં આરોપી વકીલનાં ફોનની તમામ વિગતો મેળવવા માટે તેમજ આરોપીએ કૃત્ય પૂર્વ આયોજીત રીતે કર્યું છે કે કેમ તેમજ અગાઉ આ પ્રકારનું કૃત્ય કર્યું છે કે કેમ તે વિશે વિગતો મેળવવા પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા અન્ય 2 આરોપીએ ચમન અને શકીલની પણ ધરપકડ કરી તેમની વિરૂદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology