વડોદરામાં ફરીએકવાર કોમી હિંસાની ઘટના બની હતી. વડોદરાના એકતાનગર વિસ્તારમાં 2 જૂથના ટોળા વચ્ચે પથ્થરમારાની ઘટના સામે આવી હતી..પથ્થરમારામાં 10 જેટલા લોકોને ઇજા.પહોંચી છે. આ ઘટના બાદ gujarat newsએક્તાનગરમાં ભારે તંગદીલી માહોલ સર્જાયો હતો. પોલીસે હાલ કોમ્બિંગ હાથ ધર્યુ છે
મળતી માહિતી અનુસાર એકતાનગરમાં હનુમાન ચાલીસા અને અઝાન વગાડવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી.. હનુમાન ચાલીસા અને અઝાન બંને એક જ સમયે વાગતા બંને જૂથના ટોળાએ સામસામે પથ્થરમારો કર્યો હતો. ઈજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે .હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology