bs9tvlive@gmail.com

23-May-2025 , Friday

અમદાવાદ: ઓવરસ્પીડે વધુ એકનો ભોગ લીઘો, પૂરપાટ જતી કાર પલટી ગઇ....

અમદાવાદ શહેરમાં હજી તથ્ય પટેલે ઇસ્કોન બ્રિજ પર કરેલો ગોઝારો અકસ્માત ભૂલાતો નથી ત્યાં જ તો ઓવરસ્પીડને કારણે અનેક અકસ્માતો સામે આવી રહ્યા છે. શહેરમાં આવો જ એક ગોઝારો અકસ્માત નરોડાના હંસપુરમાં થયો છે. મોડી રાતે પૂરપાટ ઝડપે એક કાર જઇ રહી હતી. જેની સ્પીડ એટલી વધારે હતી કે, આખી કાર પલટી ખાઇ ગઇ હતી. આ ગોઝારા અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજ્યુ છે.

 મળતી માહિતી પ્રમાણે, શહેરના નરોડાના હંસપુરમાં મોડી રાત્રે કાર અકસ્માત થયો છે. જેમા એક યુવાનનું મોત નીપજ્યુ છે. મોડી રાતે ઓવર સ્પીડથી કાર હંકારતા આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આ કાર એટલી સ્પીડમાં હતી કે, તે પલટી ખાઇ ગઇ હતી

આ કારમાં બે યુવાન અને બે યુવતીઓ હોવાનું સામે આવ્યુ છે. જેમાંથી એક યુવાનનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યુ છે. જ્યારે અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતા આ લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.