યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદીના સામે કાંઠે કેટલાંક લોકો ફસાયા હોવાની ઘટના સામે આવી હતી. દરિયામાં ભરતી સમયે નદીમાં પાણીનો પ્રવાહ અચાનક ખુબ જ વધી જતાં 40થી વધુ લોકો પાણીમાં ફસાયા હતા.
સામે કાંઠે પંચકુઇ વિસ્તારમાં ગયેલા લોકો ફસાતા ફાયર વિભાગ દ્વારા સ્થાનિક બોટ દ્વારા તમામ લોકોનું રેસ્કયુ કરાયું હતું. અવાર - નવાર આ રીતે ગોમતી નદીમાં લોકો જોખમી રીતે પસાર થઈ સામે કાંઠે જતાં હોય છે. ત્યારે કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ તે પ્રશ્ન ઉદભવે છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology