સુરતના આમ આદમી પાર્ટીના કોર્પોરેટરના બંગલામાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. AAPના કોર્પોરેટર જિતેન્દ્ર (જિતુ) કાછડિયાના બંગલામાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં કોર્પોરેટરના પુત્રનું મોત નીપજ્યું છે. ઘરમાં આગ લાગવાના કારણે પરિવારના છ સભ્ય બાજુના ઘરમાં કૂદી પોતાનો જીવ બચાવ્યો હતો, જોકે 17 વર્ષીય પુત્ર ફસાઈ જતાં તેનું મોત થયું છે.
આ દુર્ઘટનામાં તેમના 17 વર્ષીય પુત્રનું અવસાન થયું છે. તો પરિવારના અન્ય સભ્યોનો આબાદ બચાવ થયો છે. કોર્પોરેટરના પુત્રનું અવસાન થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલી આનંદધારા સોસાયટીમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુભાઈ કાછડીયાનો બંગલો આવેલો છે. જીતુભાઈ કાછડીયા આનંદધારા સોસાયટીના બંગલામાં સંયુક્ત પરિવારમાં રહે છે. ગઈકાલે રાત્રે પરિવારના તમામ સભ્યો બીજા માળે સૂતા હતા. આ દરમિયાન રાત્રીના 2 વાગ્યાની આસપાસ જીતુભાઈના બંગલાના પહેલા માળે અચાનક આગ લાગી હતી. જોત-જોતામાં જ આગે ભીષણરૂપ ધારણ કરી લીધું હતું.આગના કારણે ઘરમાં પરિવારના 7 સભ્યો ફસાઈ ગયા હતા. જ્યારે 6 સભ્યો સહી સલામત બાજુના ઘરમાં કૂદીને બહાર નીકળી ગયા હતા પરંતુ જીતુભાઈ કાછડીયાનો 17 વર્ષીય પુત્ર પ્રિન્સ ફસાઈ ગયો હતો. આ દરમિયાન ધુમાડાના કારણે પ્રિન્સ બહાર નીકળી શક્યો નહોતો અને રૂમમાં જ ફસાઈ ગયો હતો.આગમાં દાઝી જવાના કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
આગ લાગી હોવાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. તો પ્રિન્સને બચાવવાની કામગીરી પણ હાથ ધરી હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology