bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા આજે ભાજપમાં જોડાશે,  સી.આર. પાટીલની હાજરીમાં કરશે કેસરિયા...  

 

વડોદરાના વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા આજે પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે. નોંધનીય છે કે અપક્ષ ધારાસભ્ય પદેથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ 25 જાન્યુઆરીના રોજ રાજીનામું આપ્યું હતું. ધર્મેન્દ્રસિંહના રાજીનામા સાથે જ ભાજપમાં જોડાવવાની અટકળો વહેતી થઈ હતી. હવે આજે તેઓ સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ જશે.

ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વાઘોડિયાના વિકાસ માટે ભાજપમાં જોડાવાનો દાવો કર્યો હતો. રામ મંદિર અને PM મોદીના કામથી પ્રભાવિત થઈ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. એક લાખ કરતા વધુ મતથી વાઘોડિયાની પેટાચૂંટણી જીતવાનો પણ તેમણે દાવો કર્યો હતો.

ધર્મેન્દ્રસિંહ વાઘેલા વડોદરાની વાઘોડિયા બેઠકના અપક્ષ ધારાસભ્ય હતા. 25 જાન્યુઆરીના અપક્ષ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. 2022માં અપક્ષ તરીકે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા.