લોકસભાની ચૂંટણી પહેલા હાલ રાજકોટના રાજકારણમાં ભારે વિવાદ સર્જાયો છે. લોકસભાની રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પર પરસોતમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. ક્ષત્રિય સમાજે ભાજપને ચીમકી પણ આપી છે કે, જો રાજકોટમાં ઉમેદવાર નહીં બદલાય તો અમે પરસોતમ રૂપાલા સામે મતદાન કરીશું અને અમે પરિણામ બદલવાની પણ હિંમત રાખીએ છીએ. તો આ ગરમાવા વચ્ચે રાજકોટમાં રૂપાલાના ઘરે સુરક્ષા આપવામાં આવી છે. ઘર પાસે પાંચ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો હતો. એક ગનમેન, ચાર જવાન સહિત 5 પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ક્ષત્રિય સમાજના વિરોધને પગલે પરસોતમ રૂપાલાના ઘરની સુરક્ષા વધારવામાં આવી છે. રાજકોટમાં રૂપાલાના ઘરે પાંચ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો છે. માલવિયા પોલીસ સ્ટેશનને એક ગનમેન, 4 જવાન સહિત 5 પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવ્યો છે.
પરસોત્તમ રૂપાલા મામલે ચાલી રહેલા વિવાદ મામલે રાજકોટમાં જયરાજ સિંહ જાડેજાની આગેવાનીમાં બેઠક મળવા જઇ રહી છે. ઘીના ઠામમાં ઘી પાડવાના પ્રયત્નો અંગે હાથ ધરાયા છે. જેમા મુખ્ય સામાજિક અને રાજકીય આગેવાનો હાજર રહેશે.
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે ગુરૂવારે પત્રકારો સાથેનો પ્રીતિ ભોજન કાર્યક્રમમાં પોતાના મનની વાત જણાવી હતી. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ચર્ચા ચાલી રહી છે અને એક બે દિવસમાં સુખદ પરિણામ આવશે
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology