દેશભરમાં ગુજરાત ભાજપની પ્રયોગશાળા તરીકે જાણીતું છે તો સૌરાષ્ટ્ર ભાજપનો ગઢ ગણાય છે. ભાજપને વર્ષ ૧૯૯૫માં ગાંધીનગરની ગાદી સુધી પહોંચાડવામાં સૌરાષ્ટ્રની મહત્વની ભૂમિકા રહેલી છે. આ સૌરાષ્ટ્રની વિસાવદર વિધાનસભા બેઠક પણ દાયકાઓથી કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહી છે. ૧૩ ડિસેમ્બર, ૨૦૨૩એ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા ભૂપતભાઈ ભાયાણીએ ધારાસભ્યપદેથી રાજીનામું ધરી દેતાં વિસાવદરની બેઠક ફરી એક વાર ચર્ચામાં આવી છે.
ભાજપે ૧૯૯૫માં ગુજરાતમાં સંપૂર્ણ બહુમતી સાથે પ્રથમ વખત સત્તા મેળવી ત્યારે મુખ્ય મંત્રીપદે કેશુભાઈ પટેલે સુકાન સંભાળ્યું હતું તેઓ પણ વિસાવદર બેઠક ઉપરથી ચૂંટાયા હતા. જૂનાગઢ જિલ્લામાં આવેલી આ બેઠક ઉપરથી કેશુભાઈ પટેલ ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા. ૧૯૯૮માં ભાજપ પક્ષમાંથી ચૂંટણી લડ્યા પણ વર્ષ ૨૦૦૧માં રાજકીય સમીકરણો બદલાયા અને કેશુભાઈએ ભાજપ સામે બળવો કરીને ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી ( જીપીપી). વર્ષ ૨૦૧૨માં કેશુભાઈ વિસાવદરથી ફરી લડ્યા અને ભાજપને હંફાવી નવી પાર્ટીમાંથી ધારાસભાની ચૂંટણી જીત્યા ત્યારે પણ આ બેઠકે ચર્ચા જગાવી હતી.
વર્ષ ૨૦૧૨ની આ ચૂંટણીમાં એક એવી ઘટના બની જે હજુ લોકો ભૂલ્યા નથી. આ ચૂંટણીમાં કોંગ્રેસે સ્થાનિક આગેવાન હર્ષદ રિબડિયાને બદલે અન્યને ટિકિટ આપતાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કોંગ્રેસના ઉમેદવારનો મેન્ડેડ ફાડી નાખવાની ઘટનાએ માત્ર કોંગ્રેસમાં નહીં ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી હતી. સ્થિતિ એવી સર્જાઇ કે કોંગ્રેસનો ઉમેદવાર મેદાનમાં જ ન રહ્યો અને કેશુભાઈ પટેલ ( જીપીપી ) ભાજપને હરાવી આ બેઠક જીતી ગયા હતા. જોકે સૌરાષ્ટ્રમાં કેશુભાઈ પટેલ પછી વિઠ્ઠલભાઈ રાદડિયા બાદ હર્ષદ રિબડિયા લેઉવા પટેલના એક નેતા તરીકે ઊપસી રહ્યા હતા, પણ તેમણે કોંગ્રેસ છોડી પછી સમીકરણો બદલાઈ ગયાં. પૂર્વ ધારાસભ્ય રિબડિયા ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં કહે છે “હું કોઈ પણ રાજકીય પક્ષમાં હોઉં હોદો હોય કે નહીં, પણ હમેંશાં ખેડૂતોના મુદે લડતો આવ્યો છે મારા માટે સ્થાનિક લોકો અને ખેડૂતોની સમસ્યા હાલ કરવાના પ્રયત્નો એ પ્રાથમિકતા છે“
લગભગ બે વર્ષ બાદ કેશુભાઈએ ધારાસભ્યપદેથી રાજીનામું આપતા વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી સાથે જ વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણી યોજાઈ. હવે આ ચૂંટણીમાં કેશુભાઈના પુત્ર ભરત પટેલ ભાજપમાંથી ચૂંટણી લડ્યા પણ તેઓ કોંગ્રેસના હર્ષદ રિબડિયા સામે હારી ગયા. આ એ સમય હતો જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા અને પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર ભાજપમાંથી ચૂંટણી હારી જતાં આ બેઠકના પરિણામે ખાસ્સી ચર્ચા જગાવી હતી. ભરત પટેલ ચિત્રલેખા. કોમ સાથેની વાતચીતમાં કહે છે “નરેન્દ્રભાઈ મોદી એ જ મને વિસાવદરથી ચૂંટણી લડવા કહ્યું હતું, પરંતુ કેટલાક લોકોના કુપ્રચારને કારણે હું ચૂંટણી હારી ગયો હતો. જોકે આ મતવિસ્તારમાં કેશુભાઈએ ખૂબ કામ કર્યું હોવાથી લોકોમાં આદર છે. પક્ષ છોડ્યા બાદ એક માત્ર કેશુભાઈ એવા હતા કે લોકોએ તેમને ૨૦૧૨માં ચૂંટયા હતા. વિસાવદર બેઠકની રાજકીય તાસીર રહી છે કે પક્ષ પલટુને સ્વીકારતા નથી તેમાં કેશુભાઈ અપવાદ હતા. હર્ષદ રિબડિયા કોંગ્રેસ છોડી ભાજપમાંથી ૨૦૨૨માં ચૂંટણી લડ્યા તો હારી ગયા. “
વિસાવદરની બેઠક ઉપર લેઉવા પટેલ સમાજનું વર્ચસ્વ છે. છેલ્લા ચાર દાયકાનો ઇતિહાસ જોઈએ તો લેઉવા પટેલના આગેવાન જ ચૂંટાયા છે. આશરે ૨.૭૦ લાખ મતદારોમાં ૫૦ ટકાથી વધુ લેઉવા પટેલ છે. વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ તાલુકાનાં ૧૭૦થી વધુ ગામો આ મત વિસ્તારમાં આવે છે. છેલ્લા એક દાયકામાં ત્રણ ધારાસભ્યો કેશુભાઈ, હર્ષદ રિબડીયા અને ભૂપત ભાયાણીએ ચાલુ ટર્મ દરમિયાન રાજીનામું આપ્યું છે. હવે વર્ષ ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણી વખતે વિસાવદરની પણ પેટા ચૂંટણી આવશે આમ એક દાયકા બાદ યોગાનુયોગ ફરી લોકસભાની સાથે આ બેઠકની ચૂંટણીનું પુનરાવર્તન થશે.વિસાવદર ધારાસભ્ય પદની જંગ જામી છે
૨૦૧૨માં કેશુભાઈનું, ૨૦૨૨માં હર્ષદ રીબડિયાનું અને હવે ભૂપત ભાયાણીનું એમ ૧૧ વર્ષમાં ૩ ધારાસભ્યનાં રાજીનામાં...
કોંગ્રેસ અને આપને ભાજપ સામે અલગ લડવાના કારણે બન્નેને નુકસાન થઇ શકે છે તેવો બોધપાઠ ગઇ વિધાનસભાની ચૂંટણીમાં મળી જતા આ વખતે સમજૂતીના મૂડમાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ, લોકસભાની ચૂંટણીની સાથે જ સંભવતઃ વિધાનસભાની ખાલી પડેલી ચાર બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત થઇ શકે છે. તેના કારણે કોંગ્રેસ અને આપ દ્વારા તૈયારી શરૂ કરી દેવાઇ છે. ખાલી પડેલી ચાર બેઠકમાંથી ગત ચૂંટણીમાં વિસાવદરની બેઠક ઉપરથી આપ, વિજાપુર અને ખંભાતની બેઠક પરથી કોંગ્રેસ અને વાઘોડિયા બેઠક પર અપક્ષની જીત થઇ હતી. આ ચાર બેઠકમાંથી વિસાવદર સિવાયની બેઠક ઉપર આપનું પ્રભુત્ત્વ નથી. તે બેઠક કોંગ્રેસ તેનો ઉમેદવાર ઊભો ન રાખે તો આપ પાસે જળવાઇ રહે તેમ છે. તો અન્ય ત્રણ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારને આપ સમર્થન આપે તે માટે અંદરખાને ચર્ચા ચાલી રહી છે. વિસાવદરની બેઠક પરથી ચાલતી ચર્ચા મુજબ, ગોપાલ ઇટાલિયા, રેશમા પટેલ અને ઇસુદાન ગઢવીના નામો પણ ચર્ચામાં છે. જોકે, આ બેઠક પર પાટીદાર મતોની બહુમતી છે.....
ગુજરાત આમ આદમી પાર્ટી વેરવિખેર થઈ રહી હોય તેવા રાજકીય સમીકરણો સર્જાયા છે. આપના નેતા અને વિસાવદર ધાાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા ગુજરાતની આપ પાર્ટીમાં હડકંપ મચી ગયો છે. ભૂપત ભાયાણીએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપી આપ પર દેશવિરોધી કાર્યો અને જૂથી પાર્ટી હોવાના આક્ષેપ કર્યા છે.
આપ પાર્ટી તરફથી વિસાવદર બેઠકના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામાના પત્રમાં જણાવ્યું છે કે, ‘અરવિંદ કેજરીવાલની રાષ્ટ્રવિરોધી નીતિ અને ભ્રામક વાતો તથા પ્રજાને ગેરમાર્ગે દોરવાની વાતોથી મને અફસોસ છે, હું રાષ્ટ્રવિરોધી વિચારધારા ધરાવતો વ્યક્તિ છું અને આવા ઢોંગી બિનસાંપ્રદાયિક કેજરીવાલની પાર્ટીમાં આવી ગયો, પણ જાગ્યા ત્યારથી સવાર. હું નરેન્દ્ર મોદીની સરકાર જે રાષ્ટ્રવાદી કામો કરી રહી છે, જેમાં રામ મંદિર હોય કે 370ની કલમ હટાવવાનું કામ હોય, કે આતંકવાદ ખતમ કરવાની વાત હોય, હું સૌથી મહત્વનું મારા મત વિસ્તારના લોકો વિકાસથી વંચિત ના રહે તે માટે અને સબકા સાથ સબકા વિકાસથી ભાજપની વિચાર ધારાથી પ્રેરાયો છુ તથા ખોટી-જુઠી અને દેશ વિરોધી આમ આદમી પાર્ટીની વિચારધારાથી કંટાળી ગયો છું. હું દેશભકત હોવાથી એક મિનીટ પણ આવી પાર્ટીમાં રહેવા માંગતો નથી, જેથી આપના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી રહ્યો છું.’
ગુજરાત આમ આદમી પાર્ટી વેરવિખેર થઈ રહી હોય તેવા રાજકીય સમીકરણો સર્જાયા છે. આપના નેતા અને વિસાવદર ધાાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા ગુજરાતની આપ પાર્ટીમાં હડકંપ મચી ગયો છે. ભૂપત ભાયાણીએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપી આપ પર દેશવિરોધી કાર્યો અને જૂથી પાર્ટી હોવાના આક્ષેપ કર્યા છે.આપ પાર્ટીને મળેલી બેઠક હાથ માંથી ગુમાવવાનો વારો આવ્યો ત્યારે ફરી આ બેઠક કોને મળશે
આપ પાર્ટી તરફથી વિસાવદર બેઠકના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામાના પત્રમાં જણાવ્યું છે કે, ‘અરવિંદ કેજરીવાલની રાષ્ટ્રવિરોધી નીતિ અને ભ્રામક વાતો તથા પ્રજાને ગેરમાર્ગે દોરવાની વાતોથી મને અફસોસ છે, હું રાષ્ટ્રવિરોધી વિચારધારા ધરાવતો વ્યક્તિ છું અને આવા ઢોંગી બિનસાંપ્રદાયિક કેજરીવાલની પાર્ટીમાં આવી ગયો, પણ જાગ્યા ત્યારથી સવાર. હું નરેન્દ્ર મોદીની સરકાર જે રાષ્ટ્રવાદી કામો કરી રહી છે, જેમાં રામ મંદિર હોય કે 370ની કલમ હટાવવાનું કામ હોય, કે આતંકવાદ ખતમ કરવાની વાત હોય, હું સૌથી મહત્વનું મારા મત વિસ્તારના લોકો વિકાસથી વંચિત ના રહે તે માટે અને સબકા સાથ સબકા વિકાસથી ભાજપની વિચાર ધારાથી પ્રેરાયો છુ તથા ખોટી-જુઠી અને દેશ વિરોધી આમ આદમી પાર્ટીની વિચારધારાથી કંટાળી ગયો છું. હું દેશભકત હોવાથી એક મિનીટ પણ આવી પાર્ટીમાં રહેવા માંગતો નથી, જેથી આપના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી રહ્યો છું.’
ભૂપત ભાયાણી કોણ છે?
તમને જણાવી દઈએ કે, ભૂપત ભાયાણી વિસાવદર બેઠક પરથી આપના ધારાસભ્ય છે. તેઓ પહેલા ભાજપ સાથે જ જોડાયેલા હતા, પરંતુ 2020માં તેમણે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું અને આપમાં જોડાયા હતા. જો તેમના રાજકીય કરિયારની વાત કરીએ તો, તેમણે ભેંસાણ ગામથી સરપંચ તરીકે ચૂંટાઈ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તોએ ભાજપ પક્ષમાં રહી તાલુકા પંચાયતમાં બે વખત અને જિલ્લા પંચાયતમાં એક વખત સભ્ય રહી ચુક્યા છે. આ સિવાય તેઓ જૂનાગઢ જિલ્લા ભાજપ સંગઠન ઉપપ્રમુખ તરીકે પણ કાર્ય કરી ચુક્યા છે. ભૂપત ભાયાણી તેમના સમાજ માટેના કાર્યો, દીકરીઓના સમૂહ લગ્ન સહિત કોરોના મહામારીમાં સેવા કાર્યોના કારણે પણ ખુબ ચર્ચામાં રહ્યા હતા અને વિસાવદર બેઠક પર સારૂ એવું પ્રભૂત્વ ધરાવે છે.
ભૂપત ભાયાણીએ ભાજપ કોંગ્રેસના કયા નેતાને હરાવ્યા હતા
ભૂપત ભાયાણી જૂનગઢ જિલ્લાની વિસાવદર બેઠકથી આપ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા, તેમની સામે ભાજપ તરફથી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા હર્ષદ રિબડિયા અને કોંગ્રેસના ઉમેદવાર કરશન વડોદરિયા મેદાનમાં હતા. ભૂપત ભાયાણીએ આપના ઉેદવાર તરીકે ભાજપના હર્ષદ રિબડિયાને 6 હજાર 900 મતોથી હરાવ્યા હતા અને જીત પ્રાપ્ત કરી હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology