bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

સુરતમાં યુવકે યુવતીના ગળા પર ચાકુથી કર્યો  હુમલો...

લોકોએ દાખવેલી હિંમત કારણે ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનતા અટકી છે. યુવતી પર હુમલો કરનારા એક પાગલ યુવકને લોકોએ મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યો હતો. પ્રેમીના હુમલામાં 19 વર્ષીય યુવતીને આંખ, મોઢાના ભાગે તેમજ હાથ પર ઇજાઓ થઇ છે.  આરોપી અને યુવતી બંને સ્કૂલમાં સાથે ભણતા હતા. 
સુરતના કાપોદ્રા વિસ્તારની આ ઘટના છે. જેમાં સુરતમાં ફરી ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનતા રહી ગઈ હતી. કોલેજથી પરત આવતી યુવતીને પર જાહેરમાં એક યુવકે ચપ્પુથી હુમલો કર્યો હતો. યુવતીએ સંબંધ તોડી નાખતા યુવક દ્વારા હુમલો કરાયો હતો. પહેલાં યુવકે યુવતીને ધમકી આપી કે ‘તું ફોન કેમ ઉપાડતી નથી. મને રિસ્પોન્સ આપવાનું કેમ બંધ કર્યુ છે ’એમ કહી ખિસ્સામાંથી ચપ્પુ કાઢી તેના પર હુમલો કર્યો હતો.

યુવતી મિત્રો સાથે ઘરે પરત ફરતો હતી તે દરમ્યાન નીલકંઠ સોસાયટી પાસે રોકી વસાવા નામના યુવકે તેની પર હુમલો કર્યો હતો. તેણે યુવતીના ગળા પર ચપ્પુ મારવા જઈ રહ્યો હતો, ત્યારે અચાનક યુવતીએ પ્રતિકાર કરતા તેનો જીવ બચ્યો હતો. પરંતું ચાકુથી તેના માથાના ભાગે ઇજા પહોંચી હતી. 

આ બનાવથી આસપાસના લોકોએ એકઠા થઇ હુમલાખોર યુવાનને પકડી પાડ્યો હતો. કાપોદ્રા પોલીસે હુમલાખોર રોકી વસાવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. કાપોદ્રામાં લોકોની હિમ્મતના પગલે ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટનાને બનતા અટકાવાઇ હતી. આ ઘટનાઓ સ્થાનિકોને ગ્રીષ્મા હત્યાકાંડની યાદ અપાવી હતી. એવો જ નજારો સામે જોઈને લોકો ચોંકી ગયા હતા. પ્રેમી ફેનિલ દ્વારા ગ્રીષ્માને જાહેરમાં રહેંસી નાંખવાના કિસ્સાને આજે પણ સુરતીઓ ભૂલી શક્યા નથી