bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

હરણી લેક દુર્ઘટના  કયા કારણોસર સર્જાઈ? FSLની તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો.....

વડોદરા હરણી લેકમાં દુર્ઘટના ના આરોપીઓએ પરેશ શાહનો ભાંડો ફોડ્યો છે. પૂછપરછ દરમિયાન પરેશ શાહ અને તેનો પુત્ર વત્સલ શાહ જ લેક્ઝોનનું સંચાલન કરતા હોવાનું કબુલ્યું છે. તમામ આરોપીઓએ એક જ સુર પુરાવ્યો છે. અત્યાર સુધી SIT દ્વારા 6 આરોપીઓની પૂછપરછ કરવામાં આવી છે. 10 મહિના અગાઉ જ નિલેશ જૈન ને બોટિંગ સંચાલન નો કોન્ટ્રકટ આપ્યો હતો.

વડોદરામાં હરણી લેક દુર્ઘટના મામલે વધુ એક ખુલાસો થયો છે. બોટમાં ઓરવલોડ બાળકો ભરવાથી ઘટના બની હોવનું સમાઈ આવ્યો છે. પોલીસ તેમજ એફએસએલ રિપોર્ટની તપાસમાં ખુલાસો થયો છે. બોટની ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવાથી દુર્ઘટના સર્જાયાનો ખુલાસો થયો છે. એક ટન વજનની ક્ષમતા ધરાવતી બોટમાં દોઢ ટન વજન થઈ ગયું હતું. નિયમ પ્રમાણે બોટમાં આગળના ભાગમાં કોઈને બેસાડવાના હોતા નથી. જ્યાં કોઈને બેસાડી ન શકાય ત્યાં 10 બાળકોને બેસાડવામાં આવ્યા હતાં. આગળના ભાગે બાળકો બેસાડ્યા હતાં જેથી ટર્ન લેતી વખતે બોટ પલ્ટી મારી ગઈ હતી. તેમજ બોટ બનાવનાર કંપનીએ પણ લેક ઝોન સંચાલકોની બેદરકારી ખુલ્લી પાડી હતી. આ સમગ્ર બાબતે કંપની સંચાલકોએ કહ્યું અમારી બનાવેલી બોટની ક્ષમતા માત્રે એક ટન વજનની હતી.

વડોદરામાં હરણી તળાવમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકથી ભરેલી બોટ પલટી જતાં 12 વિદ્યાર્થી અને 2 શિક્ષકો સહિત 14નાં મોત થયા હતા. ઉલ્લેખનિય છે કે અહીં સનરાઇઝ સ્કૂલના  વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવાસ અર્થે આવ્યા હતા. આ સમયે લાઇફ જકેટ વિના વિદ્યાર્થીઓને બોટિંગ કરવવામાં આવ્યું હતું. ક્ષમતાથી વધુ વિદ્યાર્થી બોટમાં બેસાડ્યા હોવાથી બોટ પલટી ગઇ હતી. જેમાં 14નાં મોત થયા હતા. આ મામલે એસઆઇટી તપાસ કરી રહી છે.