bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

કડી-દેત્રોજ રોડ પર ગમખ્વાર અકસ્માત: ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ થયું મોત...


હાલ રાજ્યમાં દિવસે એન દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે મહેસાણાના કડી-દેત્રોજ રોડ પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મહેસાણાના કડી-દેત્રોજ રોડ પર રેતી ભરેલા ડમ્પર બાઈક ચાલકને ટક્કર મારી ફરાર થયો હતો. ડમ્પરની નીચે આવી જતા બાઇક ચાલક યુવાનનું ઘટના સ્થળે મોત થયું હતું. 

મળતી મહીત અનુસાર અમદાવાદના દેત્રોજ ગામ પાસે અક્સ્માતની ઘટના બની હતી. અકસ્માત સર્જયા બાદ ડમ્પર ચાલક વાહન મૂકીને સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ. આ ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી ને વધુ તપાસ હાથ ધરી હતી