bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

અનંત-રાધિકા વેડિંગઃ બાળપણના મિત્રો હવે બનવા જઈ રહયા છે જીવન સાથી....

દુનિયાની નજર ભારતના સૌથી ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની પર છે. ભારતના બે મોટા બિઝનેસ હાઉસ ટૂંક સમયમાં સગાં બનવા જઈ રહ્યાં છે. અનંત મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર છે. ચાલો આજે અમે તમને તેમની પ્રી-વેડિંગ સેલિબ્રેશન, તેમની લવ સ્ટોરી અને તેમની નેટવર્થ વિશે બધું જણાવીએ.

  • અનંત અને રાધિકા મર્ચન્ટની લગ્ન પહેલાની ઉજવણી

દેશના સૌથી ધનવાન  ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાની ઉજવણી પર સમગ્ર દેશની નજર છે. 28મી ફેબ્રુઆરીની રાતથી લગ્ન પહેલાના કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. પ્રી-વેડિંગ સેલિબ્રેશનના પ્રથમ દિવસે, અનંત અને રાધિકાએ ગુજરાતના જામનગરમાંઅન્ન સેવામાં હાજરી આપી હતી. આ સમયગાળા દરમિયાન 51 હજાર ગ્રામજનોને પરંપરાગત ગુજરાતી ભોજન પીરસવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનંતના માતા-પિતા ઉપરાંત રાધિકાના માતા-પિતા એ ભાગ લીધો હતો. લગ્ન પહેલાના કાર્યક્રમો આગામી ત્રણ દિવસ સુધી ચાલવાના છે

  • રાધિકા-અનંતની લવ સ્ટોરી

ટૂંક સમયમાં જ વર-કન્યા બનવા જઈ રહેલા અનંત અને રાધિકાની લવ સ્ટોરી ખૂબ જ સુંદર છે. અનંત અને રાધિકા બાળપણના મિત્રો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 2018માં આ કપલની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, ત્યારે જ લોકોને ખબર પડી કે અનંત અને રાધિકા એકબીજાને પ્રેમ કરે છે. તાજેતરમાં જ અનંતે પણ એક ઈન્ટરવ્યુ દરમિયાન રાધિકા માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું, 'રાધિકા મારી સૌથી મોટી તાકાત છે.'

  • લગ્ન પહેલાના કાર્યક્રમમાં સ્ટાર્સનો મેળો જામશે

રાધિકા અને અનંતના પ્રી-વેડિંગ પ્રોગ્રામમાં હાજરી આપવા માટે માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશથી પણ મહેમાનો આવી રહ્યા છે. રિહાનાથી લઈને અક્ષય કુમાર અને રણબીર કપૂર જામનગર પહોંચી ગયા છે. આલિયા ભટ્ટ અને નીતુ કપૂર પણ આજે જામનગર જવા રવાના થયા હતા. આ સિવાય અજય દેવગન, કાજોલ, સૈફ અલી ખાન, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, વિકી કૌશલ, કેટરિના કૈફ, કરણ જોહર, વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, શ્રદ્ધા કપૂર અને કરિશ્મા કપૂર પણ લગ્ન પહેલાની ઇવેન્ટમાં હાજરી આપશે.અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ત્રણ દિવસીય પ્રી-વેડિંગ સેલિબ્રેશન માટે શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરે અને મહારાષ્ટ્રના Dy CM દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ જામનગર પહોંચ્યા હતા.

 

  • 900થી વધુ પોલીસકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત

જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્સના પ્રિ-વેડિંગને લઈને દેશ-વિદેશી મહેમાનોનો જમાવડો જોવા મળી રહ્યો છે અને એમની સુરક્ષા માટે 900થી વધુ પોલીસકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 7 SP, 12થી વધુ DYSP તથા પીઆઇ અને પીએસઆઇ સહિત 900 પોલીસકર્મીઓ બંદોબસ્તમાં રાખવામાં આવશે. ખાસ કરીને એરપોર્ટથી લઈને રિલાયન્સ ટાઉનશિપ સુધીનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

  • ટાઉનશિપની અંદર 150 બંગલાઓ રહેશે VVIP મહેમાનો 

મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ કાર્યક્રમમાં દેશ-વિદેશના વીવીઆઈપી લોકો આવી રહ્યા છે અને એમના રહેવા માટે રિલાયન્સ ટાઉનશિપમાં ખાસ વ્યવસ્થા છેલ્લા બે માસથી ચાલી રહી છે. ટાઉનશિપની અંદર 150 જેટલા બંગલાઓ બનાવવામાં આવ્યા છે અને વીઆઈપી અને વીવીઆઈપી મહેમાનોનો ઉતારો અહીં જ થવાનો છે. આ બંગલાઓમાં 3 બેડરૂમ, હોલ, કિચન તેમજ આધુનિક બાથરૂમ વગેરેની 
સુવિધાઓ કરવામાં આવી છે.

 

  • દિલ્હી-મુંબઈથી ચાર્ટર્ડ ફલાઇટની ખાસ વ્યવસ્થા

આજથી એટલે કે 1થી 3 માર્ચ દરમિયાન યોજાનારા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં દેશ-વિદેશમાંથી મહેમાનો આવી રહ્યા છે અને આ મહેમાનોને જામનગર લાવવા માટે દિલ્હી અને મુંબઈથી ચાર્ટર્ડ ફ્લાઈટની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.