bs9tvlive@gmail.com

11-April-2025 , Friday

અમદાવાદ બાદ મહેસાણામાં પણ હિટ એન્ડ રનમાં એકનું મોત, અજાણ્યા વાહને રસ્તાં વચ્ચે શખ્સને કચડ્યો...  

ગઇકાલે અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી, તે પછી આજે મહેસાણામાં પણ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મહેસાણાના ખેરાલુમાં હિટ એન્ડ રનમાં એકનું મોત થયુ છે. શહેરના સાંઈ બાબા મંદિર પાસે અજાણ્યા વાહનની ટક્કરે એકનું મોત થયુ છે, મૃતક યુવાન રંગપુરનો અજીત ઠાકોર હોવાનું આવ્યુ સામે છે, 

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ બાદ વધુ એક હિટ એન્ડ રનની ઘટના મહેસાણા જિલ્લામાંથી સામે આવી છે. જિલ્લાના ખેરાલુમાં આવેલા સાઈબાબા મંદીર પાસે આ હિટ એન્ડ રનની ઘટના ઘટી છે. સાઇ બાબા મંદિર નજીક અજાણ્યા વાહનની ટક્કરથી એક યુવકનું મોત થયુ છે. અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત થતાં મૃતદેહને શહેરની સિવિલ હૉસ્પીટલમાં પૉસ્ટમૉર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. મૃતક યુવક પાસેથી મળેલા મોબાઈલથી પોલીસે મૃતદેહની ઓળખ પરેડ કરી હતી. આ મૃતક યુવાન સતલાસણા તાલુકાના રંગપુરનો અજીત ડી ઠાકોર નામનો યુવાન હોવાનુ સામે આવ્યું છે. હાલમાં આ સમગ્ર હિટ એન્ડ રનની ઘટના અંગે ખેરાલુ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.