bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ગુજરાતના 10 IAS અધિકારીઓની સાગમટે કરાઇ બદલી, કોનું કઇ જગ્યાએ કરાયું ટ્રાન્સફર...

ગાંધીનગર વહીવટી વિભાગ દ્વારા ગુજરાતનાં 10 આઈએએસની બદલી કરવામાં આવી હતી. ત્યારે તાજેતરમાં જ વહીવટી વિભાગ દ્વારા આઈએએસ તેમજ આઈપીએસની બદલી કરવામાં આવી હતી.

ડો.રતનકનવર ગઢવીચરણની સાબરકાંઠા કલેકટર તરીકે બદલી કરાયા

ભાવનગરના મ્યુનસીપલ કમીશનર તરીકે એન.વી ઉપાધ્યાયને મુકાયા

નર્મદા કલેકટર શ્વેતા ટીઓટિયાને ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.વડોદરાના નિયામક તરીકે નિમણૂક કરાયા અને ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના નિકાલ પર મૂકવામાં આવ્યા

પોરબંદરના કલેકટર કે.ડી.લાખાણીને ગાંધીનગર શ્રમ નિયામક નિમણૂક અપાઇ છે.

એસ.કે.મોદીની નર્મદા-રાજપીપળાના કલેકટર તરીકે નિમણૂક આપવામાં આવી

એન.એન.દવેની બદલી કરી કલેક્ટર વલસાડ તરીકે નિમણૂક કરવામાં આવી

એસ.ડી. ધાનાણીની દ્રારકાથી બદલી કરી પોરબંદરના કલેકટર બનાવાયા

નરેન્દ્ર કુમારને ગાંધીનગરમાં સહકારી મંડળીના રજીસ્ટ્રાર તરીકે મુકવામાં આવ્યા

લલિત નારાયણ સિંઘ સાંડુની રાજ્ય પ્રોજેક્ટ ડાયરેક્ટર, સમગ્ર શિક્ષા અભિયાન, ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી

બી.જે.પટેલને ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી