અમદાવાદમાં RTOની નકલી રસીદ બનાવનાર ઝડપાયો છે. જેમાં સમીર અન્સારી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમાં રૂપિયા 8 હજારનો મેમો 4થી 5 હજારમાં ભરવાની લાલચ આપતો હતો. તેમજ મોબાઇલમાં નકલી રસીદ બનાવી પ્રિન્ટ કાઢી આપતો હતો. 20 દિવસમાં 15થી 20 લોકો સાથે ઠગાઈ આચરવામાં આવી છે.
અગાઉ રાજકોટ શહેરનાં આરટીઓમાંથી નકલી રસીદ દ્વારા વાહન છોડાવવાનું કૌભાંડ ઝડપાયું હતુ. જેમાં બે શખ્સો આ કૌભાંડ ચલાવતા હતા. જેમાં આરોપી અશોક ટાંક આરટીઓ એજન્ટનું કામ કરતો હતો. અને ડીટેઇન થયેલા વાહનોના દંડ ભરવા આવતા લોકો પાસેથી દંડની રકમ લઈ નકલી પહોંચ બનાવી રૂપિયા વસૂલી લેતો હતો. એટલું જ નહીં વાહન ચાલકો નકલી રસીદનાં આધારે વાહનો પણ છોડાવી જતા હતા. જોકે રૂરલ SOGએ કૌભાંડમાં સામેલ બંને આરોપીઓની ધરપકડ કરી હતી. બીજો આરોપી રાજદિપસિંહ રાણા આરટીઓ કચેરી રાજકોટના નામની બનાવટી રસીદો તૈયાર કરી RTOના નામનું ખોટું રાઉન્ડશીલ ઉપરાંત અધિકારીની બનાવટી સહી કરી આપતો હોવાનું પણ સામે આવ્યું હતુ.
આરોપી અગાઉ પણ અનેક ગુનામાં સંડોવાયેલ છે. તેથી પોલીસે આરોપીને ઝડપી પુછપરછ હાથ ધરી છે. ખોખરા પોલીસે સમીર અન્સારી નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી અગાઉ પણ 4-5 વખત આવા ગુનામાં ઝડપાયો હોવાનું ખૂલ્યું છે. તેમજ આરોપી પાસા ભોગવીને પરત આવ્યો અને આ કામ શરૂ કર્યું હતું. તેથી ખોખરા પોલીસ મથકે ગુનો દાખલ કરી પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology