bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નિષ્ક્રિય પડી, આવનારા છ દિવસ છુટાછવાયા વરસાદની આગાહી...

રાજ્યમાં ચોમાસું જોરદાર જામ્યું છે, ક્યાંક મેઘરાજા મૂશળધાર વરસી રહ્યા છે તો ક્યાંક વરસાદી ઝાપટા પડી રહ્યાં છે. આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીની ફરી એકવાર આગાહી સામે આવી છે. જે આગાહી મુજબ 18 ઓગસ્ટ સુધી ભારે વરસાદના કોઈ અણસાર નથી પરંતુ 21 ઓગસ્ટ બાદ ફરી મેહુલિયો ધડબડાટી બોલાવી શકે છે.

  • 21 ઓગસ્ટ સુધી મધ્યમ વરસાદની આગાહી

હવામાન નિષ્ણાંતની આગાહી મુજબ રાજ્યમાં ભેજના કારણે છુટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે, પરંતુ ભારે વરસાદની અત્યારે કોઈ સંભવનાઓ નથી. ઉલ્લેખનીય છે કે, બંગાળાની ખાડી અને અરબી સમુદ્રમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી. જેના પગલે ગુજરાતમાં ભારે વરસાદના અણસાર નથી. જ્યારે 18 ઓગસ્ટ બાદ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનશે. જેના પગલે 21 ઓગસ્ટ સુધીમાં કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

  • 22થી 30 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડીયામાં અરબ સાગરમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે. જેના કારણે 22 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે, સાથો સાથ કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ થશે તેવી પણ આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ કરી છે.