સૌરાષ્ટ્રમાં ધમાકેદાર બેટીગ બાદ વરસાદને વિરામ લીધો છે. સૌરાષ્ટ્રમાં આજથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આ બાબતે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આજનું હવામાન બુલેટિન જાહેર કર્યું હતું. અમરેલી જીલ્લામાં આજે વરસાદની સંભાવના છે. તો સૌરાષ્ટ્રનાં અનેક જીલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
અમરેલીમાં છૂટા છવાયા વરસાદની આગાહી
અમરેલી જીલ્લામાં આજે છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે. તેમજ 24 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. અમરેલી જીલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે.
જામનગર જીલ્લામાં આજે વરસાદ પડવાની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં છૂટા છવાયા વરસાદને કારણે વાતાવરણ હુંફાળું તેમજ વાદળછાયું રહેવાની શક્યતા છે. મોરબી જીલ્લામાં પણ 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેમજ છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે.
દરિયા કિનારાનો વિસ્તાર એવા દેવભૂમિ દ્વારકામાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. તેમજ દ્વારકા સહિત આજુબાજુનાં અન્ય પંથકમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રનાં સુરેન્દ્રનગરમાં આજે છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે. તેમજ સુરેન્દ્રનગર જીલ્લામાં પ્રતિ કલાકે 28 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology