ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થતાં આકરા તાપની પણ શરૂઆત થઇ ગઇ છે. હવામાન વિભાગે હિટવેવને લઇને કચ્છ-સૌરાષ્ટ્રમાં 4 દિવસનું યલો એલર્ટ આપ્યું છે. આગામી ચાર દિવસ હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે. પોરબંદર, ગીર સોમનાથમાં અને અમરેલી,રાજકોટમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગ અનુસાર જૂનાગઢ, કચ્છમાં પણ આગ ઝરતી ગરમી પડશે. અમદાવાદમાં 43 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા છે. 11 શહેરોમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને પારને પહોંચ્યો છે. હીટવેવની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ આપ્યું છે. કામ વગર બપોરના સમયે બહાર ન જવા અપીલ કરી છે.
તો બીજી તરફ ગરમીને લઇને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને લઈને પ્રશાસન એલર્ટ થયું છે. સરકારે તમામ DEOને જરૂરી પગલા લેવા આપી સૂચના આપી છે. DEOએ સ્કૂલ આચાર્યોને પરિપત્ર જાહેર કર્યો છે. સ્કૂલોના સમય ફેરફાર સહિતના પગલાં લેવા આદેશ કર્યો છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology