bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

લોકસભા ચુંટણી પેહલા ભાજપમાં ભરતીનોદોર યથાવત....

લોકસભા ચુંટણી પહેલા જ ભાજપમાં ભરતીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. એક પછી એક કોંગ્રેસ અને આપના ધારાસભ્ય ભાજપમાં જોડાઈ રહ્યા છે. ભાજપે વિપક્ષના નેતાઓને પાર્ટીમાં લાવવાનો તખતો ગોઠવી દીધો છે. કોંગ્રેસના અનેક નેતાઓ, ધારાસભ્યોને કેસરિયો કરાવવામાં આવી રહ્યાં છે. ગુજરાતમાં જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને મોટા ફટકા પડી રહ્યા છે, ત્યારે આજે ભાજપમાં ભરતી મેળામાં વધુ કોંગ્રેસીઓ જોડવા જઈ રહ્યાં છે. ગુજરાત કોંગ્રેસમાં મોટા માથા કહેવાતા, જામજોધપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરીયા, ડભોઇ પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ તથા બરોડા ડેરીના ડિરેકટર કુલદીપસિંહ રાઉલજી પોતાના સમર્થકો ભાજપમાં જોડાવાના છે.
 
જામજોધપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરીયા ભાજપમાં જોડાશે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા કાલે ભાજપમાં જોડાશે. જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય છે ચિરાગ કાલરિયા. તેમના ભાજપમાં જવાથી કોંગ્રેસને જામજોધપુરમાં મોટો ફટકો પડી શકે છે

ડભોઇ પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ ભાજપમાં જોડાશે. કમલમ ખાતે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે તેઓ ભાજપનો ખેસ પહેરશે. બાલકૃષ્ણ પટેલ ભાજપથી નારાજ થઈ કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. 

સાવલીના કોંગ્રેસના ઉમેદવાર કુલદીપસિંહ પણ ભાજપમાં જોડાનાર છે. કુલદીપસિંહ પોતાના કાર્યકર્તાઓ સાથે શક્તિપ્રદર્શન કરીને કેસરિયા કરશે. બરોડા કોંગ્રેસની ટીકીટ લઈ વિધાનસભાની ચૂંટણી લડેલા કોંગી ઉમ્મીદવાર કુલદીપસિંહ રાઉલજી પોતાના સમર્થકો કાર્યકરો સાથે ગાંધીનગર રવાના થયા છે. કમલમ ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તેઓ કેસરિયો કરશે.