bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

સુરતમાં ફરી ગ્રીષ્માકાંડ થતા રહી ગયું, પ્રેમીનો પ્રમિકા પર જીવલેણ હુમલો... 

 


ગ્રીષ્મા હત્યાકાંડની કિસ્સો હજી સુરતવાસીઓ ભૂલી નથી શક્યા ત્યાં સુરતના જહાંગીરપુરામાં પણ આવો જ બનાવ બન્યો છે. જોકે, આ કેસમાં યુવતી હાલ સારવાર હેઠળ છે. શહેરના જહાંગીરપુરામાં ટ્યુશન ક્લાસીસ ચલાવતી એક યુવતીએ પ્રેમીને લગ્નની ના પાડતાં પ્રેમીએ આવેશમાં આવીને પ્રેમિકાના ગુપ્ત ભાગ પર ચપ્પુના ચાર ઘા મારી દીધા હતા. જોકે, આ કિસ્સામાં પરિવારની મંજૂરી ન હતી. આ કરૂણ ઘટનામાં દીકરીને બચાવવા ગયેલી માતાને પણ પ્રેમીએ ચપ્પુ મારી દીધું હતું. જહાંગીરપુરા પોલીસે યુવતીની ફરિયાદ પ્રમાણે, પ્રેમી પ્રતિક મનોજ પટેલ સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે.

આરોપી પ્રતિક હજીરાની કંપનીમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે અને તેના પિતા સ્કૂલવાન ચલાવે છે. 23 વર્ષીય યુવતી જહાંગીરબાદ દાંડી રોડ પર રહે છે અને પિતા સાથે ટ્યુશન કલાસ ચલાવે છે. જ્યારે તેની માતા પાલિકાની સ્કૂલમાં શિક્ષિકા છે.

ગત 13મીએ સવારે યુવતી માતા અને ભાઈ સાથે કલાસીસ પર જતી હતી. આ દરમિયાન જહાંગીરપુરા સંગીની ગાર્ડનીયાની સામે પ્રતિક મોપેડ પર આવ્યો હતો અને પહેલાં ચાલુ મોપેડે યુવતીને ગળા પર ચપ્પુ મારવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ વાહન પૂરપાટ ઝડપે ચલાવ્યુ હતુ. તો પ્રતિકે પણ પીછો કરીને તેની મોપેડને લાત મારી પાડી દઈને હુમલો કર્યો હતો. દીકરીને બચાવવા જતા માતાને પણ પ્રતિકે ચપ્પુના ઘા માર્યા હતા. લોહીલુહાણ હાલતમાં પ્રેમિકા અને તેની માતાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

છ મહિના પહેલાં જ ઈન્સ્ટ્રાગ્રામ પર બંને પ્રેમમાં પડ્યા હતા. પ્રેમીએ ડિસેમ્બરમાં લગ્ન કરવા યુવતી પાસે બર્થ સર્ટિ, આધારકાર્ડ અને એલસી માંગ્યું હતું જે યુવતીએ આપ્યું ન હતું. જેથી પ્રતિકે આપઘાત કરવાની ધમકી આપી હતી. પછી 29 ફેબુઆરીએ રાત્રે પ્રતિકે એસિડ પીધું હોવાનું યુવતીના પિતાએ જણાવ્યું હતું. આથી તે લગ્ન કરવા તૈયાર થઈ હતી.

યુવતીના જણાવ્યા પ્રમાણે, પ્રતિકે 9 માર્ચે મંદિરમાં પરિવારની હાજરીમાં જૂઠ્ઠું મંગળસૂત્ર પહેરાવી સિંદૂર પૂરી વિધિ વગર તેની સાથે લગ્ન કર્યા હતા. એફિડેવિટ વંચાવ્યા વિના સહી કરાવી હતી. યુવતીએ માતાને આ વાત કરતાં તેના પિતાએ પરિવારને કલાસીસ પર બોલાવ્યા હતા અને લગ્નની ના પાડી દીધી હતી. રજિસ્ટ્રીમાં નોંધણી થયેલી ન હોવાથી યુવતીના માતા-પિતાએ વકીલ પાસે એફિડેવિટ લઈ ફાડી નાંખ્યુ હતુ.