હાલમાં જ જે તસવીરો સામે આવી હતી, તેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર સીઆર પાટીલ સાથે જોવા મળ્યા હતા. આ તસવીરમાં અંબરીશ ડેરનો પરિવાર અને તેમના બિમાર માતા પણ હતા. કહેવાતું હતું કે અંબરીશ ડેરના માતાની નાદુરસ્ત તબિયત હોવાથી તેમની ખબર કાઢવા માટે સીઆર પાટીલ ડેરના ઘરે પહોંચ્યા હતા. હવે આ બધું જોયા બાદ કોંગ્રેસે અંબરીશ ડેર મામલે મોટો નિર્ણય લઈ લીધો છે.
કોંગ્રેસે પાર્ટી વિરુદ્ધની પ્રવૃત્તિ કરવા બદલ અંબરીશ ડેરને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. અંબરીશ ડેર મામલે કોંગ્રેસની શિષ્ત સમિતીની બેઠક મળી હતી. જેમાં આ મહત્વનો નિર્ણય લેવાયો હતો. કોંગ્રેસ માટે ઉત્સાહનો સમય છે કે રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે ત્યારે પાર્ટીને વધુ ફટકો પડી રહ્યો છે.
હાલ અમરીશ ડેરના માતૃશ્રીની નાદુરસ્ત તબિયત છે, તેમને 5 દિવસ માટે ICUમાં રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન સારવાર લઈને ઘરે પહોંચ્યા બાદ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અમરીશ ડેરના માતાના ખબરઅંતર પૂછવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા. પાટીલ ડેરના માતાને રૂબરુ મળ્યા ત્યારે પણ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં આવશે તેવી ચર્ચાઓ વધુ ગરમ બની રહી છે.
કોંગ્રેસે લીધેલા નિર્ણય બાદ રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે આખરે કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. તેમણે આ અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને પોતાનું રાજીનામું ધરી દીધું છે. તેમણે ખડગેને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, હું કોંગ્રેસ પાર્ટીના ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને અન્ય તમામ પદો પરથી રાજીનામું આપી રહ્યો છું. ભૂતકાળમાં મેં કોંગ્રેસના બેનર હેઠળ જીત મેળવી અને લોકોની સેવા કરી છે તથા મેં તેમાં સહયોગ માટે કોંગ્રેસ પાર્ટીનો આભાર વ્યક્ત કરું છું, મહેરબાની કરીને મારા રાજીનામાનો સ્વીકાર કરશો. આ સાથે તેમણે રાજીનામાની નકલ ગુજરાત ભાજપના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને પણ મોકલી આપી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology