bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

જૂનાગઢમાં ઉશ્કેરણીજનક ભાષણ આપનાર મૌલાના મુફ્તીની ગુજરાત ATSએ કરી ધરપકડ ...

ગુજરાતના જૂનાગઢમાં કથિત રીતે ભડકાઉ ભાષણ આપવાના મામલામાં મૌલાનાની મુશ્કેલીમાં વધારો થયો છે. કેમ કે રવિવારે મુંબઈના ઈસ્લામિક ઉપદેશકાર મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મુંબઈથી ધરપકડ કરી લેવામાં આવી. ગુજરાત ATS અને જૂનાગઢ પોલીસની ટીમ મુંબઈથી લઈ અમદાવાદ પહોંચી છે. મુફ્તી સલમાન અઝહરીને એટીએસ હેડ ક્વાર્ટર ખાતે લઈ આવ્યા છે.  મૌલાનાને અમદાવાદથી જૂનાગઢ લઈ જવામાં આવશે. ત્યારબાદ જૂનાગઢ પોલીસ મૌલાનાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે

ઉશ્કેરણીજનક ભાષણ આપનાર મૌલાનાની મુંબઈથી અટકાયત કરવામાં આવી છે. મૌલાના સલમાન અઝહરીની ગુજરાત એટીએસે અટકાયત કરી છે. 31 જાન્યુઆરીએ  જૂનાગઢમાં ફરિયાદ નોંધાવી હતી. મૌલાના અઝહરી, મહંમદ યુસુફની વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.મૌલાના અઝહરીની ધરપકડ કરીને તેને મુંબઈની ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન તેના સમર્થકોએ પોલીસ સ્ટેશનની બહાર ઘેરાવ કર્યો હતો. જેના પગલે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મૌલાનાના વકીલે કહ્યું હતું કે મુફતી સલમાન તપાસમાં સહયોગ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. 

મહત્વનું છે કે મૌલાના સલમાન અઝહરીએ 31 જાન્યુઆરીએ જૂનાગઢના એક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના પછી પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે તાત્કાલિક મુફ્તી સલમાન અઝહરી, કાર્યક્રમોના આયોજકો મોહમ્મદ યૂસુફ મલિક અને અઝીમ હબીબ ઓડેદરા સામે IPCની કલમ 153-બી અને 502 (2) અંતર્ગત FIR નોંધવામાં આવી છે. પોલીસે આ મામલે બે સ્થાનિક આયોજકોની પહેલાં જ ધરપકડ કરી હતી.  બંનેએ એમ કહીને કાર્યક્રમની અનુમતિ માગી હતી કે અઝહરીનું સંબોધન ધર્મ અને નશામુક્તિ વિશે જાગૃતિ ફેલાવવા માટે હશે. પરંતુ વાયરલ વીડિયોમાં મૌલાના સલમાન અઝહરી તો ભડકાઉ ભાષણ આપી રહ્યા છે. 

મૌલાના મુફ્તી અઝહરીના ભડકાઉ ભાષણથી સાધુ સંતો રોષે ભરાયા છે. હિંદુ કે સનાતન વિરોધ નિવેદન આપનાર સામે કડક પગલાં લેવા માટે સંતો ગાઈડલાઈન તૈયાર કરશે. પોલીસની મૌલાના સામેની કાર્યવાહીને સંતોએ યોગ્ય ગણાવી છે.