bs9tvlive@gmail.com

17-April-2025 , Thursday

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત લથડી: બ્રેઈનસ્ટ્રોક આવતા ICUમાં દાખલ કરાયા  

રાજ્યનાં કૃષિ મંત્રી રાઘવજી પટેલને ગઇકાલે  જામનગરના પસાયા બેરાજામાં ' ગામ ચલો અભિયાન'  કાર્યક્રમમાં હતા. આ દરમ્યાન રાત્રે અચાનક તેઓને બ્રેન સ્ટ્રોક આવતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે રાજકોટની સિનર્જી હોસ્પિટલ ખાતે  દાખલ કરવામાં આવ્યા હતા.  હાલ તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે. 

રાઘવજીભાઈની તબિયત હાલ સ્થિર 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ર્ડાક્ટરો સાથે વાત કરી હતી. રાઘવજી પટેલ ર્ડાક્ટરોના ઓબઝર્વેશનમાં છે. તેમજ હાલ તેઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. ન્યુરોસર્જન ર્ડા. સંજય ટીલાા સારવાર આપી રહ્યા છે.