પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરીને માહિતી આપતા કહ્યું છે કે,'લોકરક્ષક અને પીએસઆઈની ભરતી માટે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં બે સપ્તાહના સમય સાથે ફરી અરજી કરવાની તક અપાશે.'
પોલીસ વિભાગમાં નોકરી ઇચ્છતા યુવાનો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. લોકરક્ષક અને PSI ભરતી માટે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરી અરજી કરી શકાશે. જેમાં ખાસ કરીને કોલેજના અંતિમ વર્ષ અને ધોરણ 12માં પાસ થયેલા ઉમેદવારો અરજી કરી શકશે. આ સાથે અગાઉ અરજી કરવામાં બાકી રહેલા ઉમેદવારોને પણ તક અપાશે. અરજી કરવા માટે 2 સપ્તાહના સમય સાથે અરજીકર્તાઓને તક અપાશે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરી આ અંગે માહિતી આપી છે. વિગતો મુજબ લોકરક્ષક અને PSI ભરતી મામલે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરી અરજી કરી શકાશે. કોલેજના અંતિમ વર્ષ અને ધો.12ના ઉત્તીર્ણ ઉમેદવાર કરી શકશે. આ સાથે અગાઉ અરજી કરવામાં બાકી રહેલા ઉમેદવારને પણ તક અપાશે. જેમાં બે સપ્તાહ માટે અરજી માટે તક આપવામાં આવશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology