bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, સુરતમાં માતાએ દીકરીને મોબાઈલ ન આપ્યો તો કરી લીધો આપઘાત....

સુરતમાંથી માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં મોબાઇલની લતે એક વિદ્યાર્થિનીએ પોતાનો જીવ લીધો છે. માતાએ ફોન લઈ જવાની ના પાડતા ધો.9ની છાત્રાએ આપઘાત કરી લીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સરથાણાના MD પાર્ક સોસાયટીમાં આ ઘટના બની છે. 

સરથાણાના કોમ્યુનીટી હોલ પાસે એમ.ડી. પાર્કમાં રહેતા રાકેશભાઈ કિકાણી ફર્નિચરનો વેપાર કરે છે. તેમની 14 વર્ષીય પુત્રી ગ્રીષ્મા ધો. 9માં અભ્યાસ કરતી હતી. પુત્રી ગ્રીષ્માએ ઘરે અનાજમાં નાંખવાની ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેની જાણ પરિવારને થતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં ટુંકી સારવાર બાદ ગ્રીષ્માનું મોત નીપજ્યું હતું. સરથાણા પોલીસ હોસ્પિટલ દોડી તપાસ શરૂ કરી હતી. ગ્રીષ્મા બહેનપણીના ઘરે સાથે મોબાઈલ લઈને જવું હતું. માતાએ ફોનની ના પાડતા તેણીને માઠુ લાગી આવ્યું હતું અને આપઘાત કરી લીધો હતો.