હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મેઘમહેર યથાવત છે. આ દરમિયાન હવે ઉત્તર ગુજરાત ઉપર પણ મેઘરાજા મહેરબાન થયા છે. જો આપણે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 213 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આ તરફ વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ સાથે અનેક નદીઓમાં નવા નીરની આવક થઈ છે.
રાજ્ય પર ફરી મેઘરાજા મેહરબાન થયા છે. છેલ્લા 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો સૌથી વધુ વરસાદ મહેસાણામાં 7.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ગઇકાલે વહેલી સવારથી શરૂ થયેલ વરસાદને કારણે મહેસાણા શહેરના અનેક વિસ્તારો જળમગ્ન બન્યા હતા.
આ સાથે ઉત્તર ગુજરાતના પ્રાંતિજ, વિસનગરમાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ તરફ હાંસોટમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો તો વિજાપુર, લુણાવાડામાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે.
છેલ્લા 24 કલાકમાં વડગામ, જોટાણા, ખંભાત, તલોદમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે હિંમતનગર, માણસામાં 4.5 ઇંચ વરસાદ તો મોડાસા, કપરાડા, વડોદરામાં સવા 4 ઇંચ વરસાદ પડતાં ખેડૂતોના ચહેરામાં અનેરી ખુશી જોવા મળી છે. મહત્વનું છે કે, હજુપણ રાજયના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરાઇ છે.
આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology