bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

થરાદ પંથકમાં ઉ. બાજરી પાકમાં લીલી ઇયળ નો ઉપદ્રવ બાબતે વૈજ્ઞાનિકશ્રીઓની મુલાકાત...

આજ રોજ થરાદ તાલુકાના ભાપી અને ભાપડી ગામે લીલી ઇયળ ના ઉપદ્રવ બાબતે કૃષિ યુનિવર્સિટી ના વૈજ્ઞાનિકશ્રીઓની ટીમ શ્રી ડો. પી.એસ.પટેલ, શ્રી ડૉ. આર. એ. ગામી, શ્રી ડૉ. એમ. એ.તુવર અને ખેતીવાડી ટીમ-થરાદ શ્રીમતિ વિ. યુ. દેસાઇ, મદદનીશ ખેતી નિયામકશ્રી (વિ), શ્રી બી.આર.પટેલ, વિસ્તરણ અધિકારી- ખેતી, આત્મા પ્રોજેકટ-બી.ટી.એમ.શ્રી, ગ્રામસેવકશ્રી અને સ્થાનિક આગેવાનો શ્રી ઇશ્વરભાઇ ચૌધરી તેમજ ગામના ખેડૂતો સાથે રૂબરૂ ફિલ્ડ વિઝિટ કરી, નિરીક્ષણ કરવામાં આવ્યું તેમજ ખેડૂતશ્રીને જરૂરી માર્ગદર્શન આપી નિયંત્રણના પગલાં માટે નીચે મુજબની ભલામણ કરવામાં આવી. બાજરીમાં ડૂંડા અવસ્થાની શરુઆત થાય કે તરત જ આ ઇયળના મળતા ફિરોમોન ટ્રેપ્સ એકરે ૧૦ની સંખ્યામાં ગોઠવી દેવા.આ ઇયળોનું પરભક્ષી પક્ષીઓ દ્વારા ભક્ષણ થતું હોવાથી પક્ષીઓને આકર્ષવા માટેના વિવિધ નુખસા અપનાવવા.ઉપદ્રવની શરુઆતે લીમડા આધારિત મળતી તૈયાર દવઓ નીમ ઓઇલ -૨૦ મિલિ (૧% ઇસી) થી ૪૦ મિલિ (૦.૧૫% ઇસી) પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.બુવેરિયા બેસીઆના નામની ફૂગ આધારિત દવા ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લિ પાણી પ્રમાણે છંટકાવ કરવો.લીલી ઇયળનું એનપીવી (ન્યુક્લિયર પોલિહાઈડ્રોસિસ વાઇરસ) 10 મિલી પ્રતિ 10 લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો .હાલમાં સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક ખેતી માટે સરકાર શ્રી દ્વારા ભાર મૂકવામાં આવેલ હોઈ તેમજ સતત પ્રયત્નો કરવામાં આવેલ હોઈ અને પાક પણ દુધિયા દાણા અવસ્થામાં હોય એટલે કે પાકવા ની તૈયારી માં હોઈ રસાયણિક દવાઓનો છંટકાવ શક્ય હોય ત્યાં સુધીમાં ના કરવામાં આવે અને પ્રાકૃતિક રીતે જ નિયંત્રણ ના પગલાં લેવામાં આવે એ ખુબ જરૂરી હોય ઉપરોક્ત મુજબ ભલામણો થી નિયંત્રણ કરી શકાય તેવું જણાવ્યું હતું.