ટીકટોકથી સોશિયલ મીડિયામાં વિવાદીત બનેલી કિર્તી પટેલ ફરી એકવાર કાયદાના સકંજામાં ફસાઈ છે. આ વખતે મુખ્ય આરોપી તથા અન્ય યુવતીઓ સાથે મળીને બિલ્ડરને ફસાવ્યો હતો. ફાર્મ હાઉસમાં લઈ જઈને રંગરેલિયા મનાવ્યાં હતાં. દારૂ સહિતના યુવતીઓ સાથેના બિલ્ડરના ફોટો પાડી લીધા હતાં. બાદમાં વિજયના જૂના કેસમાં સમાધાન સહિત બિલ્ડર પાસેથી બે કરોડની માગ કરવામાં આવી હતી. જેથી હાલ પોલીસે ખંડણી સહિતના ગુનો નોંધી કિર્તી પટેલના સાગરિત અને મુખ્ય આરોપીને ઝડપી લીધો છે. સાથે જ કિર્તી પટેલ સહિતના આરોપીઓને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે
એસીપી વિપુલ પટેલએ કહ્યું કે, બિલ્ડરે ફરિયાદ નોંધાવી હતી. વિજય મનજી સવાણી સાથે પ્લોટ બાબતે તકરાર ચાલતી હતી. વિજય સવાણી સામે અગાઉ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે. કોર્ટમાં કેસ ચાલી રહ્યાં છે. ત્યારે વિજય મળતિયા સાથે દબાણ લાવવા પ્રયત્ન કરતો હતો. ઝાકીર અને કીર્તિ પટેલ સાથે મળીને ફરિયાદીને બોલાવી તેનો વીડિયો ઉતારી ધમકી આપી હતી. સાથે જ ફોટો અને વીડિયોના બદલે બે કરોડની માગ કરવામાં આવી હતી. પોલીસે હાલ વિજય મનજી સવાણીની ધરપકડ કરી
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology