bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

આગની ઘટના બાદ શાંતિ એશિયાટિક સ્કૂલે વાલીઓની માંગી માફી, પરીક્ષા મોકૂફ...

અમદાવાદ શહેરના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટીક સ્કૂલના સંચાલકને રહી રહીને ભાન થયું છે. સ્કૂલમાં બનેલી આગની ઘટનાને મોકડ્રીલ બતાવી વાલીઓને ઘટનાથી અજાણ રાખ્યા હતા. પરંતુ આ ઘટના બાદ વાલીઓએ સ્કૂલમાં હોબાળો મચાવતા આખરે સ્કૂલ સંચાલકોએ વાલીઓની માફી માગી છે. સ્કૂલ સંચાલકોએ સ્કૂલની એપ્લિકેશનમાં એક મેસેજ અપલોડ કર્યો છે, જેમાં તેઓએ દિલગીરી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, સ્કૂલમાં બનેલી આગની ઘટના બાદ વાલીઓનો હોબાળો થતાં આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની હતી. મુખ્યમંત્રીએ પણ આ ઘટનાની ગંભીરતાથી નોંધ લઈ તપાસનો રિપોર્ટ મંગાવ્યો હતો.

શેલા વિસ્તારની શાંતિ એશિયાટિક સ્કૂલમાં આગની ઘટનાનો મામલમાં આખરે સ્કૂલ સંચાલકોએ વાલીઓની લેખિતમાં માફી માંગી છે. વાલીઓની માફી માગતો મેસેજ સ્કૂલની એપ્લિકેશનમાં અપલોડ કર્યો છે. સ્કૂલમાં બનેલી આગની ઘટનાને સ્કૂલ સંચાલકોએ મોકડ્રીલમાં ખપાવી હતી. ઘટનાને મોકડ્રીલ કહી કુલ સંચાલકોએ શિક્ષણ વિભાગના અધિકારીઓને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, વાલીઓએ જ્યારે સ્કૂલમાં હોબાળો મચાવ્યો ત્યારે વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે જે જગ્યાએ ધુમાડો અને સ્પાર્કની ઘટના બની હતી ત્યાં રાતોરાત પ્રિન્ટ કરીને ઘટનાને છુપાવવાનો પ્રયાસ કરાયો હતો.