પરસોત્તમ રૂપાલાને બદલવાની આગ ક્ષત્રિયાણીઓના જૌહરથી લઈને હવે ભાજપ સુધી પહોંચી છે. દ્વારકાના ખંભાળિયામાં ભાજપના કાર્યક્રમમાં કાળા વાવટા ફરકાવવામાં આવ્યા છે. રાજ્યમાં ક્ષત્રિયોના રોષની આગ વધુ ભડકી છે. દ્વારકાના ખંભાળિયામાં ક્ષત્રિયોએ વિરોધ નોંધાવ્યો છે. ખંભાળિયાના જિલ્લા ભાજપ કમલમના ઉદ્ધાટનમાં ક્ષત્રિયોનો વિરોધ સામે આવ્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના કાર્યક્રમમાં ભારે વિરોધ જોવા ણળ્યો.
સીઆર પાટીલના કાર્યક્રમમાં રાજપૂતો દ્વારા વિરોધ કરાયો. સીઆર પાટીલના કાર્યક્રમમાં કાળા વાવટા ફરકાવ્યા હતા. રૂપાલાના વિરોધમાં કાળા વાવટા ફરકાવી વિરોધ કરાયો છે. ક્ષત્રિયોએ પાટીલના કાર્યક્રમમાં રાજપૂતોએ રૂપાલાનો વિરોધ નોંધાવ્યો છે. મોટી સંખ્યામાં ક્ષત્રિયોએ કાળી પટ્ટી હાથમાં લઇ ‘રૂપાલા હટાવો’ નારા લગાવ્યા હતા. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે ક્ષત્રિય સમાજના લોકો તેમજ પત્રકારોને પણ આ ભાજપ જિલ્લા કાર્યાલય લોકાર્પણ કાર્યક્રમમાં પ્રવેશ ના અપાયો.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology