bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

સી – ૨૯૫ એરક્રાફ્ટના ૩૦૦૦ બેનરો દ્વારા દ્વારા મહાનુભાવોનું થયું સ્વાગત...   

ટાટા એરબસની ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્દઘાટન કરવા માટે વડોદરા પધારેલા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી શ્રી પેડ્રો સાંચેજને નગરજનો દ્વારા અદમ્ય ઉત્સાહ સાથે આવકારવામાં આવી રહ્યા છે. 

એરપોર્ટ સર્કલથી છેક ટાટા ફેક્ટરી સુધી માર્ગમાં એક તરફ શહેરીજનો સ્વયંભૂ ગોઠવાઇ ગયા હતા. કેટલીક સંસ્થાઓ દ્વારા ત્રણ હજાર જેટલા સી – ૨૯૫ વિમાનના બેનર આપવામાં આવ્યા હતા. આ બેનર સાથે નિવૃત સેના જવાનો, યુવાનો, યુવતીઓ, બાળકો હાથમાં લઇ લહેરાવી રહ્યા હતા.