bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

લોકસભાની ચૂંટણીને લઈ સરકારની મહત્વની જાહેરાત, મતદાનના દિવસે ગુજરાતમાં રહેશે જાહેર રજા....

ચૂંટણી પંચ દ્વારા લોકસભાની તારીખોની જાહેરાત કરતાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો તેમજ વિધાનસભાની 6 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે.  ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં ત્રીજા તબક્કામાં 7 મે નાં દિવસે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન થાય તે માટેની તમામ તૈયારીઓ હાલમાં ચાલી રહી છે. લોકસભાની ચૂંટણીનાં દિવસે લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

લોકસભા ચૂંટણીમાં લોકો વધુમાં વધુ મતદાન કરે. તે માટે રાજ્ય સરકારનાં સામાન્ય વહીવટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે સામાન્ય વહીવટી વિભાગે 7 મે એટલે કે મતદાનનાં દિવસે ગુજરાતમાં જાહેર રજાની જાહેરાત કરવામાં આવી છે.

લોકસભાની ચૂંટણીને લઈ સરકારની મહત્વની જાહેરાત, મતદાનના દિવસ 7 મેના રોજ ગુજરાતમાં રહેશે જાહેર રજા, સામાન્ય વહીવટ વિભાગે જાહેર કર્યો પરિપત્ર