અમદાવાદ-ભુજ વચ્ચે 16 સપ્ટેમ્બરથી વંદે મેટ્રો ટ્રેનનો પ્રારંભ થઇ જશે. 334 કિલોમીટરની રૂટની આ ટ્રેનમાં ઈકોનોમી ક્લાસમાં રૂપિયા 1052 અને પ્રીમિયમ ક્લાસમાં રૂપિયા 1869નું ભાડું રહે તેવી સંભાવના છે. આ સ્થિતિએ ઈકોનોમી ક્લાસના મુસાફરોએ પ્રતિ કિલોમીટરનું રૂપિયા 3.14નું જ્યારે પ્રીમિયમ ક્લાસના મુસાફરોએ રૂપિયા 5.95નું ભાડું ચૂકવવું પડશે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર દેશની આ પ્રથમ વંદે મેટ્રો ટ્રેન છે. અમદાવાદથી આ ટ્રેન સાંજે 5:30ના રવાના થઇને સાંજે 5:40ના સાબરમતી, સાંજે 5:47ના ચાંદલોડિયા પહોંચશે. સાબરમતી અને ચાંદલોડિયા સ્ટેશનમાં આ ટ્રેન 2-2 મિનિટ ઉભી રહેશે. આ ટ્રેન રાત્રિના 9:50ના ગાંધીધામ જ્યારે રાત્રે 11:10ના ભુજ પહોંચશે. બીજી તરફ ભુજથી આ ટ્રેન સવારે 5:05ના રવાના થઇને સવારે 5:55ના ગાંધીધામ અને સવારે 10:50ના અમદાવાદ પહોંચશે. આમ, આ ટ્રેનથી અમદાવાદ-ભુજનું અંતર 5.45 કલાકમાં કાપી શકાશે. હાલ કચ્છ એક્સપ્રેસમાં આ અંતર કાપવામાં 6.30 કલાકનો સમય થાય છે. આમ, મુસાફરોની 45 મિનિટ બચશે. વંદે મેટ્રો સાબરમતી, ચાંદલોડિયા, વિરમગામ, ધ્રાંગધ્રા, હળવદ, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ અને અંજારમાં ઉભી રહેશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology