ભાવનગરમાં સમૂહ લગ્નમાં ગીગા ભમ્મર દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ત્યાર બાદ ગીગા ભમ્મરના પુત્ર જીલુ ભમ્મરે આ સમગ્ર મામલે ચારણ સમાજની માફી માંગી છે. અને જણાવ્યું હતું ઉમર લાયક દાદાની જીપ લપસી હતી. તેમનો હેતુ એવો ન હતો. ચારણ સમાજને દુઃખ લાગ્યું હોય તો હું તેમના વતી માફી માંગું છું.
ભાવનગર ખાતે ગત ગીગા ભમ્મર દ્વારા ચારણ-ગઢવી સમાજના માતાજી પર અપમાનજનક ટીપ્પણી કરી હતી. જેને લઈ ગઢવી સમાજમાં રોષ જોવા મળી રહ્યો હતો. તેમજ સમાજના આગેવાનો દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જે મામલે તળાજા ગઢવી સમાજ દ્વારા દાઠા પોલીસ મથકે ગીગા ભમ્મર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમજ આ મામલે અમદાવાદ સાયબર ક્રાઈમમાં પણ ગીગા ભમ્મર વિરૂદ્ધ કમલ 153 (ક), 295 (અ), 505 (2) સહિતનો ગુનો દાખલ કરાયો હતો. તેમજ રાજ્યનાં અનેક પોલીસ સ્ટેશનમાં ગીગા ભમ્મરનો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology