લોકસભા ચુંટણી પહેલાં ગુજરાત ભાજપને ઝટકો લાગ્યો છે. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપી દીધુ છે. મોડી રાત્રે વિધાનસભા અધ્યક્ષને ફેક્સ કરી રાજીનામું મોકલ્યું છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ પક્ષથી નારાજ હતા. કેતન ઈનામદારનું અચાનક રાજીનામાથી રાજકારણ ગરમાયુ છે.
વડોદરાના સાવલીભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે મધરાતે રાજીનામું આપ્યું છે. રાત્રે 2:30 વાગ્યે વિધાનસભા અધ્યક્ષને ફેક્સથી રાજીનામું ધરી દેતા પક્ષના કાર્યકરો પણ વિચારતા થયા છે. તેઓએ અંતરઆત્માનો અવાજ સાંભળીને રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કર્યો છે. કેતન ઇનામદાર ખેડૂતોના મુદ્દા ઉઠાવતા રહ્યા છે. સાવલી વિધાનસભા પર મજબૂત પક્કડ કેતન ઈનામદાર ધરાવે છે ત્યારે લોકસભા ચુંટણી પહેલા તેમના રાજીનામાથી અનેક તર્કવિતર્ક સર્જાયા છે. તેઓ પક્ષની નીતિથી નારાજ હોવાનું અનુમાન લગાવાઇ રહ્યુ છે.
ખેડૂતોના મુદ્દા તેઓ હંમેશા ઉઠાવતા રહ્યા છે. વડોદરાની બરોડા ડેરીમાં કથિત ભ્રષ્ટાચાર મામલે કેતન ઇનામદારે સંમેલન પણ યોજ્યુ હતું. અને બરોડા ડેરીના વહીવટદારો પર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં સાવલી, ડેસર સહિત જિલ્લાના પશુપાલકોએ તેમની સાથે રહ્યા હતા. ત્યારે તેઓએ લલકાર કરતા કહ્યુ હતું કે 'કેટલાક લોકો પોતાના બાપની પેઢી હોય તેમ ડેરી ચલાવે છે, વહીવટદારોની અનધડ નીતિને કારણે ડેરીને મોટું નુકસાન થઈ રહ્યું છે. બરોડા ડેરીમાં 6થી 7 લાખ લીટર દૂધ આવે છે. 35 લાખ સભાસદોને પોષણક્ષમ ભાવ મળવો જ જોઈએ. પશુ પાલકો સાથે અન્યાય થઈ રહ્યો છે. મારા અવાજને કોઈ દબાઈ શકશે નહીં. હું મરતે દમ તક લડીશ.'
લોકસભા ચુંટણી પેહલા ગુજરાતના રાજકારણમાં હડકંપ સાવલા ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે આપ્યું રાજીનામું

અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology