bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ગુજરાતમાં સૌથી વધુ 10 સફેદ વાઘ રાજકોટમાં:ઝૂમાં વાઘણ ગાયત્રીએ 2 વાઘબાળને જન્મ આપ્યો....  

રાજકોટ પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘના બે બચ્ચાનો જન્મ થયો છે. પ્રદ્યુમન પાર્કમાં ગાયત્રી નામની સફેદ વાઘણે બે તંદુરસ્ત બચ્ચાને જન્મ આપ્યો છે. જેથી પાર્કમાં સફેદ વાઘની સંખ્યા વધીને 10 પર પહોચી છે. કુલ 10 સફેદ વાઘમાં 3 નર વાઘ,5 વાઘણ અને 2 નવા બાળ વાઘનો સમાવેશ થયો છે. અત્યાર સુધીમાં પ્રદ્યુમન પાર્ક ઝૂમાં કુલ 15 વાઘનો જન્મ થયો છે.  

રાજકોટ પ્રદ્યુમન પાર્કમાં 25મી માર્ચના સાંજે બે બાળ વાઘનો જન્મ થયો છે. માતા ગાયત્રી દ્વારા બચ્‍ચાંઓની પૂરતી કાળજી રાખવામાં આવે છે. હાલ માતા તથા બચ્ચા બન્ને તંદુરસ્‍ત છે. ઝૂ વેટરનરી ઓફિસર તથા ટીમ દ્વારા માતા તથા બચ્‍ચાંઓનું સીસીટીવી દ્વારા રાઉન્‍ડ ધ કલોક મોનીટરીંગ કરવામાં આવે છે.