સુરતના ગોડાદરામાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. નવ વર્ષની બાળકી ઉપર સવા મહિના દરમિયાન બે તરુણે બે વાર સામૂહિક દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું. પોલીસે બંને તરુણની ધરપકડ કરી લીધી છે. ઘટનાને પગલે ગોડાદરા વિસ્તારના લોકો બન્ને તરુણ પર ફિટકાર વરસાવી રહ્યા છે.
મળેલી માહિતી અનુસાર ગઈ કાલે સવારે સમગ્ર ઘટના બહાર આવી હતી. પતિથી અલગ રહી માતા 19 અને 9 વર્ષની પુત્રીનું ભરણપોષણ કરી રહી છે. બાળકી સાથે રમતી અને નજીકમાં જ રહેતી તેની વયની બાળા ઘરે આવી હતી, આ બાળકીએ પોતાનો ભાઈ આ નવ વર્ષીય બાળકીને તેનો ભાઈ બોલાવતો હોવાનું જણાવ્યું હતું. બહેનપણીનો ભાઈ બોલાવતો હોવાનું સાંભળતા જ 9 વર્ષની બાળકી ધ્રૂજી ઊઠી હતી જે તેની માતા જોઈ ગઈ હતી. બાદમાં બાળકીએ સાથે જવાની ના કહી દીધી હતી. થોડાક સમય બાદ આ બહેનપણી પરત આવી હતી અને ભાઈ બોલાવતો હોવાનું જણાવતાં માતાને શંકા ગઈ હતી.
16થી 17 વર્ષની વયનો પાડોશી યુવાન કેમ બોલાવે છે તે પ્રશ્નના જવાબમાં પુત્રીએ જે કહ્યું હતું તે સાંભળી માતા ધ્રૂજી ઊઠી હતી. નવ વર્ષીય બાળકીએ જણાવ્યું હતું કે, ગત 1 જાન્યુઆરીએ તે તેની બહેનપણીને ત્યાં રમવા ગઈ હતી ત્યારે તેનો મોટોભાઈ અને તેનો મિત્ર બેઠા હતા. બંનેએ બહેનપણીને બહાર મોકલી દઈ તેને અંદરના રૂમમાં લઈ ગયા હતા અને તેની સાથે બંનેએ છરીની અણીએ ધાકધમકી આપી, મોઢું દબાવી બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. તેના પાંચ દિવસ બાદ ફરી બંનેએ તેને હવસનો શિકાર બનાવી હતી.ફરી બળાત્કાર કરવા જ તરુણે તેને બોલાવવા બહેનને મોકલી હોવાનું જણાવતાં તે ઉતાવળે પહેલાં હોસ્પિટલ અને બાદમાં ગોડાદરા પોલીસ મથકે દોડી ગઈ હતી. પોલીસે સામૂહિક દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનો ગુનો દાખલ આકરી બંનેની ધરપકડ કરી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology