રાઈટ ટુ એજુકેશન હેઠળ શાળામાં પ્રવેશ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે 2024-25 માટે RTE અંતર્ગત પ્રવેશ પ્રકિયાની જાહેરાત કરવામાં આવી છે. આગામી પહેલી જૂન 2024ના રોજ છ વર્ષ પુરા થયેલા હશે તેવા જ બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર રાઈટ ટુ એજુકેશન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત 14 માર્ચથી 26 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ધોરણ એકમાં પ્રવેશ માટેની શિક્ષણ વિભાગે જાહેરાત કરી છે.
શિક્ષણનો અધિકાર કાયદો 2009 (RTE) દેશમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે લાવવામાં આવ્યો હતો. તે 6 થી 14 વર્ષની વયના બાળકોને મફત શિક્ષણની ખાતરી આપે છે. ભારતની સંસદે 4 ઓગસ્ટ 2009 ના રોજ આ કાયદો ઘડ્યો હતો અને તે 1 એપ્રિલ 2010 ના રોજ અમલમાં આવ્યો હતો. આ અધિનિયમના આ અમલથી ભારત વિશ્વના 135 દેશોમાંનો એક એવો દેશ બન્યો કે જ્યાં શિક્ષણનો મૂળભૂત અધિકાર છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology