bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

સુરતમાં  ત્યજેલી બાળકી મળી આવી: એક દિવસની બાળકીને કીડીઓ ખાઈ રહી હતી, રડવાનો અવાજ આવ્યો ને રાહદારીનું ધ્યાન ગયું...  

 

સુરતના કતારગામમાં તાજી જન્મેલી બાળકી મળી આવી હતી. આ બાળકીને કીડીઓ કરડી રહી હોવાથી રડી રહી હતી, એક રાહદારીની નજર પડતાં તેને 108માં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં હાલ આ બાળકીને એનઆઇસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે.

મળતી વિગતો અનુસાર કતારગામ બાળ આશ્રમ રોડ પર એક દિવસની નવજાત બાળકી મળી આવી હતી. કીડીઓ કરડવાથી બાળકીનો રડવાનો અવાજ આવતો હતો, જેથી વિજય નામના એક રાહદારીની નજર પડી હતી. રાહદારીએ તાત્કાલિક 108ને જાણ કરી બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. હાલ તેને સિવિલ હોસ્પિટલના NICUમાં દાખલ કરી સારવાર કરવામાં આવી રહી છે. હાલ તો સુરત સિવિલ પોલીસચોકીમાં કતારગામ પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસ પણ બાળકીને ત્યજી દેનારને શોધી રહી છે.