અમદાવાદમાં ફરી એક માસૂમ બાળકીને જનેતાએ ત્યજી દીધાનો કિસ્સો સામે આવ્યો છે. નિર્દયી માતા ટ્રેનના ડબ્બામાં ટ્રાવેલ બેગની અંદર બાળકીને મૂકી ફરાર થઇ ગઇ હતી. આ મામલે રેલવે પોલીસે ગુનો નોંધી CCTV ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે કાલુપુર રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ નંબર 6 પર બાંદ્રાથી લોકશક્તિ ટ્રેન અમદાવાદ પહોંચી હતી. અને ટ્રેનમાંથી ઉતરતા પેસેન્જરની અવર જવર વચ્ચે એક બિનવારસી કાળા રંગની બેગ જનરલ ડબ્બામાં મળી આવી હતી..કોઇ મુસાફરને બેગ ભૂલી ગયુ હોવાનું લાગતા બેગને પ્લેટફોર્મ પર લઇ જઇ ચેક કરવામાં આવી હતી. આ દરમ્યાન તેમાંથી 2 માસની નવજાત બાળકી મળી આવી હતી. મુસાફરોએ રેલવે પોલીસનો સંપર્ક કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.અને બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.જ્યાં બાળકી સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. રેલવે પોલીસે નવજાત બાળકીને ત્યજી દેવાના કેસમા અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે..
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology