bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ગુજરાત પોલીસમાં 12 હજાર 472 જગ્યાઓ પર ભરતી થશે, ભરતીને લઇ નવા નિયમો પણ જાહેર...

સરકારી ભરતીની તૈયારી કરતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. પોલીસ વિભાગમાં 12 હજાર જગ્યાઓની ભરતી કરવામાં આવશે. પોલીસ ભરતી માટે સત્તાવાર જાહેરાત થઇ છે. ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, લોકરક્ષક ભરતીની જાહેરાત કરી છે. જેમાં કુલ 12 હજાર 472 જગ્યાઓ પર ભરતી થશે.

હસમુખ પટેલના જણાવ્યા મુજબ, નવા ભરતી બોર્ડનું નવું એકાઉન્ટ તૈયાર કરાયું છે. જેને થોડા સમયમાં ઓજસ સાથે લિંક કરવામાં આવશે. પોલીસ ભરતી બોર્ડનું નોટિફિકેશન જાહેર કરાશે અને 4 એપ્રિલથી તમામ અરજીનો સ્વીકાર કરાશે. આ ભરતીને લઇ નવા નિયમો પણ જાહેર થયા છે. નકલી અરજી અટકાવવા ધોરણ 12ની માર્કશીટ પ્રમાણે નામ લખીને માહિતી અપલોડ કરવી પડશે. તમામના પ્રમાણપત્રો જમા કરાવવા પડશે.

વધુમાં તેમણે જણાવ્યું કે, 30 એપ્રિલે અરજી ફોર્મ સ્વીકારીએ તો, 15 મે સુધી પરીક્ષા ન લઇ શકાય.ચોમાસા પછી શારીરિક અને પછી લેખિત પરીક્ષા લેવાશે. ગરમી અને ચોમાસામાં પરીક્ષા થવાની શક્યતા નથી.