bs9tvlive@gmail.com

06-April-2025 , Sunday

સાવધાન! આજે આ જિલ્લાઓમાં ગરમીનો પારો આરપાર....

હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ આજે રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. જેમાં ગરમીને લઈને લોકોને સતર્ક રહેવા આગાહી કરાઇ છે. રાજ્યના 9 જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ તમામ રાજ્યોમાં હિટવેવને લઇ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત હિટવેવમાં તાપમાન 42 ડિગ્રી કે તેની ઉપર તાપમાન જઇ શકે છે.

હવામાન વિભાગે 9 જિલ્લાઓમાં હિટવેવને લઇ રેડ એલર્ટ આપ્યું છે. જેમાં કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જુનાગઢ, પોરબંદર અને સુરતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે 12 માર્ચે કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે રેડ એલર્ટમાં 42 ડિગ્રી કે તેના ઉપર તાપમાન રહી શકે છે. અને ઓરેન્જ એલર્ટમાં 40 ડિગ્રી ઉપર તાપમાન રહી શકે છે...